Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘જળ શક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અંતર્ગત કેન્‍દ્રના નાણાં મંત્રાલયના નિર્દેશક અને સેન્‍ટ્રલ નોડલ ઓફિસર(સીએનઓ) સુશીલ કુમાર સિંઘે દાનહમાં ઉપલબ્‍ધ વિવિધ જળસ્રોતોની લીધેલી મુલાકાત

  • નોડલ ઓફિસર સુશીલ કુમાર સિંઘે કરચોંડ-દૂધની ગ્રા.પં. ખાતે વન વિભાગના વૃક્ષારોપણ અને સાતમાલિયા-દપાડા ગ્રા.પં., વરદાદેવીપાડા, મારિયાપાડા-રૂદાણા ગ્રા.પં. ખાતે જૂના અને નવા ચેકડેમનું કરેલું નિરીક્ષણ

  • ખુટલી-ખાનવેલ ગ્રા.પં.માં જિલ્લા પંચાયતની ખેત તલાવડી અને ડોલારા-ખેરડી ગ્રા.પં.માં અમૃત સરોવર વગેરેની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, ભારત સરકારના જલશક્‍તિ મંત્રાલયના રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન ‘જલ શક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ની દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતે શરૂઆત કરી છે.
કેન્‍દ્રિય જલ શક્‍તિ મંત્રાલયના વ્‍યાપક રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન, ‘જલ શક્‍તિ અભિયાનઃ કેચ ધ રેઈન'(JSA:CTR) 2023, જેનો મુખ્‍ય હેતુ જલ જીવન મિશન દ્વારા ઓળખવામાં આવેલા 150 જેટલા જળની કમી-કટોકટીવાળા જિલ્લાઓમાં પાણીનાસ્ત્રોત, ટકાઉપણું સુનિશ્ચિત કરવાનો છે. તમામ હિસ્‍સેદારોની સક્રિય ભાગીદારીનામહત્‍વને ઓળખીને, જલ શક્‍તિ મંત્રાલયે 2020માં ‘કેચ ધ રેઈન’ ટેગલાઇન સાથે કેચ ધ રેઇન, વ્‍હેર ઇટ ફોલ્‍સ, વ્‍હેન ઇટ ફોલ્‍સ શરૂ કરેલ છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં JSA:CTRના ભાગ રૂપે, જિલ્લા પંચાયતે મિશનના ઉદ્દેશ્‍યોમાં યોગદાન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. આ પ્રવૃત્તિઓમાં વૃક્ષારોપણ, કાર્ય યોજના તૈયાર કરવી, માહિતી, શિક્ષણ અને સંદેશાવ્‍યવહાર (આઈઈસી) પ્રવૃત્તિઓ, સંબંધિત વિભાગોની ભાગીદારી, સક્રિય ગામ પાણી અને સ્‍વચ્‍છતા સમિતિની સ્‍થાપના, 25 નવા ચેકડેમનું નિર્માણ, વિકાસ, (મરામ્‍મત અને સફાઈ/ડિસિલ્‍ટીંગ)નો સમાવેશ થાય છે. મિશન અમૃત સરોવર હેઠળ 25 અમૃત સરોવર અને 50 ખુલ્લા કૂવા ઉપરાંત 500 હેક્‍ટર જમીન પર વૃક્ષારોપણ કરવાની યોજના વન વિભાગ દ્વારા પ્રસ્‍તાવિત છે.
દાદરા નગર હવેલીમાં આ અભિયાનની અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે, કેન્‍દ્ર સરકારે નાણાં મંત્રાલયના ડિરેક્‍ટર શ્રી સુશીલ કુમાર સિંઘની આ પ્રદેશમાં જલ શક્‍તિ અભિયાન માટે કેન્‍દ્રીય નોડલ ઓફિસર (CNO) તરીકે નિમણૂક કરી છે. તેમની જવાબદારીઓના ભાગરૂપે, CNOએ અભિયાનની પ્રગતિ અને અસરનું મૂલ્‍યાંકન કરવા માટે 3 જુલાઈ, 2023ના રોજ ઘણી સાઇટ્‍સની મુલાકાત લીધી હતી. નોડલ ઓફિસર શ્રીની સ્‍થળ મુલાકાતમાંકરચોંડ-દૂધની ગ્રા.પં. ખાતે વન વિભાગના વૃક્ષારોપણ અને સાતમાલિયા-દપાડા ગ્રા.પં., વરદાદેવીપાડા, મારિયાપાડા-રૂદાણા ગ્રા.પં. ખાતે જૂના અને નવા ચેકડેમનું નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. તેમજ ખુટલી-ખાનવેલ ગ્રા.પં.માં જિલ્લા પંચાયતની ખેત તલાવડી અને ડોલારા-ખેરડી ગ્રા.પં.માં અમૃત સરોવર વગેરેની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
કેન્‍દ્રીય નોડલ અધિકારીશ્રીએ જલ શક્‍તિ અભિયાનના સફળ અમલીકરણ માટે તેમના સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે JSA:CTR હેઠળ ચાલી રહેલા કામો માટે જિલ્લા પંચાયત, દાદરા નગર હવેલીની પ્રશંસા કરી હતી અને જણાવ્‍યું હતું કે, સામૂહિક પ્રયાસો દ્વારા દાનહ જિલ્લા પંચાયતે પાણીના સંરક્ષણ અને સ્ત્રોત ટકાઉપણુંમાં નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે, જે પ્રદેશની પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહત્‍વપૂર્ણ છે. આ પ્રદેશ માટે સુરક્ષિત પાણીના ભાવિની ખાતરી કરવા માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ નાગરિકો, હિતધારકો, દાનહ જિલ્લા પંચાયતના અધિકારીઓ તમામ સંબંધિત વિભાગોની સક્રિય ભાગીદારી સાથે કરવામાં આવ્‍યું છે. એમ દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માને એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

Related posts

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

ત્રણ ત્રણ ટર્મ સરપંચ પદે રહી ચીખલી નગરની કાયાપલટ કરવામાં મહત્‍વનું યોગદાન આપનાર વેપારી અગ્રણી સ્‍વ. પ્રતાપસિંહ રાજપૂતની ચીખલીમાં રાજપૂત સમાજ અને વિવિધ સંસ્‍થા દ્વારા યોજાયેલ પ્રાર્થના સભામાં મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપક્રમમાં એકતા માટે દોડેલું સમગ્ર દમણ

vartmanpravah

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment