(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: આજે ભાનુજ્યોત સ્કૂલ ખાતે ટીચર ડે ઉજવવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના બાળકો પોતે જ શિક્ષકો બનીને આવ્યાં હતાં અને ક્લાસમાં શિક્ષકોનું સન્માન કરી, કેક કાપીને ઉજવણી કરી હતી અને શિક્ષકોની આરતી તથા પૂજા-અર્ચના પણ કરી હતી. બાળકોએ પોતાના શિક્ષકોને ગુલાબ આપી શિક્ષક દિવસની ઉજવણી કરી હતી.
