Vartman Pravah
દીવ

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાય અને ડેપ્‍યુટી સેક્રેટરી જતિન ગોયલના દિશા-નિર્દેશમાં ‘પોષણ માસ -2021’ની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ, તા.09

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સાશિયલ વેલ્‍ફેર વિભાગના સોશિયલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડેપ્‍યુટી સેક્રેટરી શ્રી જતીન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત પોષણ અભિયાન દ્વારા સપ્‍ટેમ્‍બર-2021 ને ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો  છે.

‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવણી અંતર્ગત આજરોજ તા.09/09/2021 ના દિવસે ‘મેટરનિટી નુટ્રીશન’ એટલે માતળત્‍વ પોષણ પર, દીવ જિલ્લાની દરેક આંગણવાડી કાર્યકતા બહેનોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગર્ભધારણથી  પ્રસૂતિ સુધીના સમય દરમિયાન સગર્ભાસ્ત્રીએ પોષણ, પોષણ યુક્‍ત આહાર, વિટામિન્‍સ, પ્રોટીન, મિનરલ્‍સ લોહતત્‍વ અને યોગની સૌથી વધુ જરૂરત હોય છે તો આ વિશે વિગતવાર કેમ સમજાવી શકાય તેના ઉપર ડૉ.જાગળતિ સોલંકીએ સમજાવ્‍યું હતું.

આ સમગ્ર ઉજવણીને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાળ વિકાસ પરીયોજના અધિકારી શ્રીમતિ ગાયત્રી આર.જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં શ્રી  ચિરાગ શાહ (ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓર્ડીનેટર),  કળતિકા  ચુડાસમા (બ્‍લોક-કોઓડીનેટર) કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં કોવિદ-19ને ધ્‍યાનમાં રાખી દરેક નિયમોનું પાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ખારીવાડ વિસ્‍તારથી સાંઈ ભક્‍તોની દમણમાં પ્રેમ અને ભાઈચારાના ઉદ્દેશ્‍યથી નીકળી પદયાત્રાઃ ભાજપ પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મિઠાણીએ યાત્રાનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

vartmanpravah

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરના અધ્‍યક્ષસ્‍થાને દાનહ જિલ્લા વિકાસ સમન્‍વય અને દેખરેખ (દિશા) સમિતિની મળેલી બેઠકઃ વિકાસના વિવિધ મુદ્દાની કરાયેલી સમીક્ષા

vartmanpravah

Leave a Comment