September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મિશન મિલાપ અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્‍યો

ગ્રીનપાર્કભાગડાવાડાથી 15 વર્ષનો કિશોર તથા રાખોડીયા તળાવથી ચાર વર્ષની ઉંમરના બે બાળકો ગુમ થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ પોલીસે તાજેતરમાં ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી કાઢી માતા-પિતા સાથે મેળાપ કરાવાની ઉમદા કામગીરી ભજવી હતી.
વલાસડ સિટી પો.સ્‍ટે.ના ગ્રીનપાર્ક જન્નતનગર ભાગડાવાડાથી 15 વર્ષનો કિશોર ઘરેથી કોઈને કહ્યા વગર ક્‍યાંક ચાલી ગયો હતો. પોલીસને અપાયેલ જાણ કારી બાદ પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજ અને હ્યુમન સોર્સને આધારે જાણવા મળેલ કે કિશોર સુરત ગયો છે. પોલીસની ટીમ સુરત પહોંચીને કિશોરને શોધી આપી માતા પિતાને સુપરત કર્યા હતા. બીજા એક બનાવમાં વલસાડ રાખોડીયા તળાવ શહીદ ચોકથી ચાર-પાંચ વર્ષના બે બાળકો ગુમ થયા હતા. બાળકોના ફોટા આધારે બન્ને બાળકોને સિટી પોલીસે શોધીને માતાપિતા સાથે મેળાપ કરાવીને પ્રશંસનીય કામગીરી બન્ને બનાવમાં કરી હતી. પોલીસે મિશન મિલાપ સફળ બનાવ્‍યું હતું.

Related posts

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

vartmanpravah

Leave a Comment