Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ખડકીમધુરી ગામમાં મરઘાનો શિકારકરવા જતા કદાવર દિપડી કુવામાં ખાબકી

ફોરેસ્‍ટ વિભાગ અને ગ્રામજનોએ રેસ્‍ક્‍યુ કરીને જહેમત બાદ ઉગારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્‍તારમાં ખાસ કરીને કપરાડા ધરમપુરના જંગલો વચ્‍ચે વસતા ગામોમાં દિપડાઓ અવાર નવાર ઘૂસી જતા હોય છે તેવી વધુ એક ઘટના આજે મંગળવારે બની હતી. ધરમપુરના પંગારપાડી ફોરેસ્‍ટ વિસ્‍તારમાં આવેલ ખડકીમધુરી ગામમાં શિકારની શોધમાં કદાવર દિપડી આવી ચઢી હતી. મરઘાના શિકાર કરવા દોડેલી દિપડી અચાનક કુવામાં ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ ગ્રામજનોને થઈ હતી તેથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના સ્‍ટાફ અને ગ્રામજનોએ રેસ્‍ક્‍યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બે કલાકની જહેમત બાદ કદાવર દિપડીને કુવામાં બહાર કાઢીને પાંજરામાં પુરવામાં આવી હતી. પાંજરાને જંગલમાં લઈ જઈને દિપડીને છોડી મુકવાની તજવીજ વન વિભાગે હાથ ધરી હતી.

Related posts

સેલવાસઃ ‘કલા કેન્‍દ્ર’ના ત્રીજા માળે આવેલી લાઈબ્રેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, લિફટ પણ બંધઃ વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ-વડીલોને વેઠવા પડી રહેલી તકલીફ

vartmanpravah

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment