Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્‍યું

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: જી-20ની થીમ ‘‘વસુધૈવ કુટુમ્‍બકમ” (એક પૃથ્‍વી, એક કુટુંબ, એક ભવિષ્‍ય) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરેલું છે. જેમાં રાજ્‍ય એ તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરી છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્‍સાહિત કરવામાં આવશે. જેથી જી-20ની શેરડ ફયુચરઃ યુથ ઈન ડેમોક્રેસી, ગવરંસ એન્‍ડ હેલ્‍થ, વેલ બીઈંગ એન્‍ડ સ્‍પોર્ટ્‍સ એજેંડા ફોર યુથની પ્રવૃત્તિને અનુલક્ષીને શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ ખાતે તારીખ 25-02-2023 શનિવારના રોજ કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો.શૈલેશ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના નેતૃત્‍વ હેઠળ તેમજ આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર હર્ષ લાડ દ્વારા ફાર્મસીના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્‍ટાફ માટે ડેન્‍ટલ ચેકઅપનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નવકાર ડેન્‍ટલ, વાપીના અનુભવી ડેન્‍ટલ સર્જન, રુટ કેનાલ નિષ્‍ણાંત અને આ સંસ્‍થાના ભુતપૂર્વ વિદ્યાર્થી ડૉ.નિરવ શાહ અને તેમની ટીમ દ્વારા આકાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યું હતું. ડો.શાહ એક અત્‍યંત કુશળ ડેન્‍ટલ પ્રોફેશનલ છે જેમને રુટ કેનાલ ટ્રીટમેન્‍ટ, કોસ્‍મેટિક ડેન્‍ટીસ્‍ટ્રી અને પ્રિવેન્‍ટિવ કેર સહિત ડેન્‍ટલ સેવાઓની શ્રેણીમાં બહોળો અનુભવ છે. આ કાર્યક્રમનો શુભારંભ સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજીના આશીર્વચનોની સાથે ઉપસ્‍થિત રહેલા મહેમાનના સ્‍વાગત દ્વારા કરવામાં આવ્‍યો હતો. વધુમાં તેમણે જણાવ્‍યું કે, વ્‍યક્‍તિએ જીવનમાં ઉચ્‍ચ અને નામાંકિત હોદ્દા ઉપર રહીને પણ પોતાની સંસ્‍કળતિની ધરોહરને જાળવી રાખી સમાજનું ઋણ ચુકવવું જોઈએ. આ ઉપરાંત કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો.શૈલેશ વી. લુહાર જીવનમાં સર્વ રીતે નિરોગી રહેવું એ મહત્‍વનું પાસું છે. જેને ધ્‍યાનમાં રાખીને સારા સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારીની આદતોને પ્રોત્‍સાહન આપી જીવનમાં નિરોગી રહેવા વિદ્યાર્થીઓને જણાવ્‍યું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્‍ટાફના સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતં. ડેન્‍ટલ હેલ્‍થ એ એકંદર સુખાકારીનો આવશ્‍યક ઘટક છે. દાંતની નિયમિત તપાસ અને સફાઈને લીધે દાંતને લગતી વધુ ગંભીર સમસ્‍યાઓને અટકાવી શકાય છે. આ કાર્યક્રમમાં કુલ 389 વ્‍યક્‍તિઓએ લાભ લીધો હતો. આ મહત્‍વપૂર્ણ ડેન્‍ટલ ચેકઅપકાર્યક્રમની સફળતા માટે ડૉ.નિરવ શાહ અને તેમની ટીમનો ફાર્મસી કોલેજના આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડેએ અભાર વ્‍યક્‍ત કરી ગર્વની લાગણી અનુભવી હતી.
ડેન્‍ટલ ચેકઅપ ઈવેન્‍ટની સફળતાએ તેના સમુદાયને વ્‍યાપક સંભાળ પૂરી પાડવા માટે કોલેજના સમર્પણનો પુરાવો છે, તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્‍ટાફને સુખાકારી અને સારા સ્‍વાસ્‍થ્‍ય જાળવવા માટે કોલેજ ભવિષ્‍યમાં આવા મહત્‍વના કાર્યક્રમોનું આયોજન કરવાનું ચાલુ રાખવાની યોજના ધરાવે છે. આ કાર્યક્રમ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડૉ.શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, ડૉ.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે દરેકનો આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

vartmanpravah

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ

vartmanpravah

Leave a Comment