August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ કેમ્‍પસમાં B.A.L.L.B. (ઓનર્સ)ના પ્રથમ વર્ષનો અભ્‍યાસ કરી રહેલ શ્રી દિવ્‍યાંશ જોશી ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધા, 2024માં વિજેતા ઘોષિત થયો છે અને તેને શ્રેષ્ઠ નિબંધ માટે Rs.10,000નો રોકડ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો છે.
શ્રી દિવ્‍યાંશ જોષીના વિજેતા નિબંધનું શીર્ષક હતું: ‘‘The Dragon’s Shadow: Effectiveness of India’s China Policy”- ‘‘ડ્રેગનની છાયાઃ ભારતનીચીન નીતિની અસરકારકતા”
વાણિજ્‍ય, કાયદો અને ન્‍યાય માટેના ભૂતપૂર્વ કેન્‍દ્રીય પ્રધાન ડૉ. સુબ્રમણ્‍યમ સ્‍વામીના આશ્રય હેઠળ આ નિબંધ લેખન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેનો વિષય હતોઃ ‘‘ભારતીય શાસન અને નીતિમાં સમકાલીન પડકારો અને સુધારાઓ”
ભારતભરની વિવિધ રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓ (NLUs) અને પ્રીમિયર લો સ્‍કૂલોના 132 વિદ્યાર્થીઓએ આ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો.
ભારતના 22મા કાયદા પંચના સભ્‍ય પ્રો. ડૉ. રાકા આર્યની અધ્‍યક્ષતામાં પ્રતિષ્ઠિત સંપાદકીય મંડળ દ્વારા આ સ્‍પર્ધામાં સમાવિષ્ઠ નિબંધોનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું.
શ્રી દિવ્‍યાંશ રાજસ્‍થાનના ઉદયપુરનો વતની છે. સિદ્ધિ બદલ તેણે તેના માતા-પિતા, દાદા-દાદી અને શિક્ષકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા શરૂ થઈ કવાયતઃ શિક્ષણ વિભાગે મિશન મોડમાં શરૂ કરેલું અભિયાન

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર

vartmanpravah

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

સંદર્ભઃ દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરેલી રજૂઆત સંઘપ્રદેશ પ્રશાસનની અસામાજિક તત્‍વો અને સ્‍થાપિત હિતો સામે અપનાવેલી નો ટોલરન્‍સ નીતિનો પડઘો

vartmanpravah

ડાભેલ ચેકપોસ્‍ટથી ઓડી કારમાં દારૂના જથ્‍થા સાથે છત્તીસગઢના ચાર વેપારી ઝડપાયા: ચારની અટક કરી કાર સાથે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યા

vartmanpravah

Leave a Comment