Vartman Pravah
Breaking Newsવાપી

વાપી હાઈવે હોટલમાં પીધેલાઓએ બે ફૂટનો વરંડો તોડી બીએમડબલ્‍યુ કારને ઘૂસાડી દીધી

મોંઘી દાટ કારનું મોટુ નુકશાન કારમાં ચાર યુવાનો સવાર હતા : ભરૂચ તરફથી ફરવા આવ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
વાપી ગુંજનથી બલીઠા તરફ જતા હાઈવે સર્વિસ રોડ ઉપર મંગળવારે રાત્રે અજીબો-ગરીબ ઘટના ઘટી હતી. હાઈવે ઉપર આવેલ એક હોટલના કમ્‍પાઉન્‍ડ વોલનો બે ફૂટનો વરંડો તોડી પીધેલાઓએ તેમની બીએમડબલ્‍યુ કાર ઘૂસાડી દેતા દોડધામ ચમી જવા પામી હતી.
વાપી પેપીલોન ચોકડીથી બલીઠા તરફ જતા હાઈવે સર્વિસ રોડ ઉપર આવેલ હોટલ માધવમાં મંગળવારે રાત્રે પીધેલાઓ તેમનીમોંઘી દાટ બી.એમ.ડબલ્‍યુ કાર બે ફૂટનો વરંડો તોડી અંદર ઘૂસાડી દીધી હતી. કાર નં.જીજે 01 કેઆર 7177 માં ચાર યુવાનો સવાર હતા. જેમાં કાર ચાલક યુવાન નશામાં ચૂર હતો. તેણે કાર ભટકાવી દીધી હતી. અચાનક રાત્રે ઘટના ઘટતા હોટલના વેઈટરો અને ગ્રાહકો હોટલ કમ્‍પાઉન્‍ડમાં દોડી આવ્‍યા હતા. હોટલ સંચાલકે વાપી ટાઉન પોલીસને ઘટનાની જાણ કરતા પી.આઈ. બી.જે. સરવૈયા ટીમ સાથે હોટલ માધવ પહોંચ્‍યા હતા. ચાર યુવાનોને રાત્રે પોલીસ સ્‍ટેશન લઈ જવાયા હતા. જાણવા મળ્‍યા મુજબ યુવાનો ભરૂચ તરફથી વાપી ફરવા આવ્‍યા હતા. આગળની વધુ તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત ખાતે ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલા મંડળની બહેનો માટે મહિલા સભા યોજાઈ

vartmanpravah

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડના મોપેડ સવારને પારડી ખાતે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી

vartmanpravah

Leave a Comment