December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના હસ્‍તે જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનો સર્કિટ હાઉસથી પ્રારંભ કરાયો

22 થી વધુ એનજીઓ અને ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનો પણ સફાઈ અભિયાનમાં ઉત્‍સાહભેર જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાની તમામ પાલિકા અને ગ્રામ પંચાયતનાવોર્ડમાં તા.2 જી ઓક્‍ટોબરના રોજ મેગા સફાઈ અભિયાનની શરૂઆત જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના વરદ હસ્‍તે વલસાડ સર્કિટ હાઉસના પ્રાંગણથી થઈ હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા પણ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.
વલસાડમાં યોજાયેલા સફાઈ અભિયાનમાં ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટ, સ્‍વામિનારાયણ સંપ્રદાય, ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ અને અનાવિલ પરિવાર સહિત 22 થી વધુ એનજીઓ અને ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી દવેએ જણાવ્‍યું કે, જિલ્લામાં આજે શહેરી વિસ્‍તારના દરેક વોર્ડમાં અને ગ્રામ્‍ય સ્‍તરે પણ સફાઈ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. માત્ર એક જ દિવસ નહિ પરંતુ રોજ સફાઈ કરી સફાઈને જીવનનો ભાગ બનાવીએ. વધુમાં કલેકટરશ્રીએ આ મેગા સફાઈ અભિયાનથી વલસાડ જિલ્લો સ્‍વચ્‍છ અને સુંદર બનશે એવી અભ્‍યર્થના વ્‍યક્‍ત કરી હતી.
આ પ્રસંગે સ્‍વચ્‍છતા અંગેના શપથ લેવડાવવા આવ્‍યા હતા. શહેરના દરેક વોર્ડમાં સ્‍વચ્‍છતાની જ્‍યોત જલાની હે…, સ્‍વચ્‍છમેવ જયતે… સહિતના ગીતો સાથે સફાઈ અભિયાન હાથ ધરાતા શહેરની ગલી ગલીમાં સફાઈ અભિયાન ગુંજી ઉઠ્‍યું હતું. જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અનેપ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજીત કૌર સહિતના મહાનુભાવો હાથમાં ઝાડુ લઈ હાલર રોડ વિસ્‍તારમાં સફાઈ અભિયાનમાં જોતરાયા હતા અને સાથો સાથ કલેકટર કચેરીના અધિકારી કર્મચારીઓએ જિલ્લા કલેકટરશ્રી સાથે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમની સાથે શહેરીજનો પણ ઉત્‍સાહભેર જોડાયા હતા. સફાઈ અભિયાનની રૂપરેખા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી અશોક કલસરિયાએ આપી હતી.

Related posts

મધ્‍યપ્રદેશના મહામહિમ રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે ચીખલીના ટાંકલ ગામે સહકારી અગ્રણીના નિવાસ સ્‍થાને સ્‍થાનિક આગેવાનો સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણની સહેલગાહે આવેલા સુરતના પાંચ પૈકી ત્રણ પ્રવાસીઓ લાઈટ હાઉસ પાસે સમુદ્રમાં ડૂબ્‍યા

vartmanpravah

વાપી બલીઠા હાઈવે મામલતદાર કચેરી સામે દોઢ મહિનાથી ઘોંચમાં પડેલ સર્વિસ રોડનું કામ શરૂ

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah

વાપી સરગમ આર્ટ એકેડમી સ્‍ટુડન્‍ટના ચિત્રોનું ગોવામાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment