(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: વલસાડ ગાંધી લાઈબ્રેરી ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને લોકસભાના દંડક – વ – વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા બાળ વિકાસ સમિતિના માજી ચેરમેન અને વલસાડ પાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી પુષ્પાંજલિ સાથે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ સમયે યુવાધન દ્વારા દેશભક્તિના ગીત ઉપર પર્ફોમન્સ પણ આપવામાં આવ્યું હતું.