January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોંગ્રેસ દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી અને દ્વિતિય વડા પ્રધાન લાલ બહાદુર શાષાીની જન્‍મ જયંતીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપીમાં આજે તા.02 ઓક્‍ટોબર દેશની બે મહાન વિભુતિઓના જન્‍મ દિનની ઉજવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી અને દેશના દ્વિતિય વડા પ્રધાન લાલ બહાદુર શાષાીની જન્‍મ જયંતિ કોંગ્રેસ કાર્યકરોએ આદર અને સત્‍કાર પૂર્વક કરી હતી.
વાપી ગાંધી સર્કલ પાસે કોંગ્રેસ શહેર પ્રમુખ નિમેશ વશી, વિરોધ પક્ષના નેતાખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી ગાંધીજીના જીવનને યાદ કર્યું હતું. દિવંગત વડાપ્રધાન લાલ બહાદુર શાષાીને યાદ કરી જય જવાન જય કિશાનના કાર્યકરોએ નારા લગાવ્‍યા હતા. સાથે સાથે ગાંધીજીની હત્‍યા કરનાર નાથુરામ ગોડસે મુર્દાબાદ પણ નારા કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્‍યા હતા. કોંગ્રેસના સિધ્‍ધાંતો ઉપર ચાલવાની કોંગ્રેસ અગ્રણીઓ, કાર્યકરોએ સંકલ્‍પ લીધા હતા. ફક્‍ત તા.02 ઓક્‍ટોબર પર માત્ર સિમિત નહી પણ વર્ષભર સિધ્‍ધાંતો ઉપર ચાલવાની કોંગ્રેસ કાર્યકરોએ પ્રતિબધ્‍ધતા બતાવી હતી.

Related posts

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

vartmanpravah

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

vartmanpravah

દમણની પોલિકેબ કંપનીએ પ્રશાસનની સાથે મળીને ઘ્‍લ્‍ય્‍ અંતર્ગત પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

vartmanpravah

કપરાડામાં તાલુકા મથકે જય જલારામ એચપી ગેસ એજન્‍સીનું લોકાર્પણ થતા પ્રજામાં છવાયેલી ખુશી

vartmanpravah

Leave a Comment