(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વાપીમાં આજે તા.02 ઓક્ટોબર દેશની બે મહાન વિભુતિઓના જન્મ દિનની ઉજવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના દ્વિતિય વડા પ્રધાન લાલ બહાદુર શાષાીની જન્મ જયંતિ કોંગ્રેસ કાર્યકરોએ આદર અને સત્કાર પૂર્વક કરી હતી.
વાપી ગાંધી સર્કલ પાસે કોંગ્રેસ શહેર પ્રમુખ નિમેશ વશી, વિરોધ પક્ષના નેતાખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી ગાંધીજીના જીવનને યાદ કર્યું હતું. દિવંગત વડાપ્રધાન લાલ બહાદુર શાષાીને યાદ કરી જય જવાન જય કિશાનના કાર્યકરોએ નારા લગાવ્યા હતા. સાથે સાથે ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસે મુર્દાબાદ પણ નારા કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યા હતા. કોંગ્રેસના સિધ્ધાંતો ઉપર ચાલવાની કોંગ્રેસ અગ્રણીઓ, કાર્યકરોએ સંકલ્પ લીધા હતા. ફક્ત તા.02 ઓક્ટોબર પર માત્ર સિમિત નહી પણ વર્ષભર સિધ્ધાંતો ઉપર ચાલવાની કોંગ્રેસ કાર્યકરોએ પ્રતિબધ્ધતા બતાવી હતી.
