October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.02: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ:૦૧/૧૦/૨૦૨૪ મંગલવારના રોજ “CPR Essentials: Life-Saving Techniques and Health Management” ના વિષય ઉપર વ્યાખ્યાન અને ટ્રેનિંગનું આયોજન થયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે વાપીની મિલેનીયમ ક્લિનિકના પ્લાસ્ટિક સર્જન ડૉ. કવિતા અગરવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વાપીની મિલેનીયમ ક્લિનિકના ડૉ. અનંત અગ્રવાલ અને ચીફ ગેસ્ટ તરીકે માં જનમ ચેરીટેબલ ટ્રસ્ટ ના મેમ્બર શ્રી અરુણ ભંડારી, રેખા મેમ અને એમની સાથે ટ્રેનર સ્ટાફ હેમાલીબેન, અશ્વિનભાઈ અને સુરેખા સિસ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનું આયોજન કો-ઓર્ડીનેટર એમ. ફર્મના ફાર્માસ્યુટિકસ ડીપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ ના હેઠળ થયુ હતું.
આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજીએ આજના યુગમાં કાર્ડિયોપલ્મોનરી એસેસમેન્ટ આ એક કટોકટી જીવન બચાવવાની પ્રક્રિયા છે, જે ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિના શ્વાસ અથવા ધબકારા બંધ થઈ જાય છે. રોજિંદા જીવનમાં આ તકનીકનું જ્ઞાન હોવું ખુબજ જરૂરી છે તે વિશે સમજાવી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. આ કાર્યક્રમનું એન્કરીંગ એમ. ફાર્મસીની વિદ્યાર્થીની નિશા ગાંધીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ.કવિતા અગરવાલ લાઇફસેવર સીપીઆર અને પર્સનલ હેલ્થ મેનેજમેન્ટ વિશે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સરળ ભાષામાં સમજાવીને ટ્રેનિંગ આપી હતી. આ ટ્રેનીગ ની તાર્કિક સમજ આપણે જરૂરિયાત મંદને કટોકટીના સમયે મન, વાચા અને કર્મ થી યોગ્ય જવાબદારી નિભાવી જીવન બચાવવા માટે મદદ કરવી જોઈએ. આ કૌશલ્ય દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કારણ કે ૯૦% લોકો હાલના તબક્કે કાર્ડિયક અર્રેસ્ત બીમારીથી પીડાઈ રહ્યા છે. જેમાથી માત્ર ૪૬% લોકોને આજના સમયમાં મદદ મળે છે. તથા આ સ્કિલ ટેકનિક્સના જ્ઞાનથી આપણે આપણા કુટુંબ અને અન્ય લોકોનું જીવન કેવી રીતે બચાવીને યોગદાન આપી સમાજને મદદ કરી શકીએ એ બાબતે માહિતી આપી હતી.
કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે જણાવ્યું કે CPR (cardiopulmonary resuscitation) મહત્ત્વપૂર્ણ ટેક્નિક છે જેનું જ્ઞાન મુશ્કેલી ના સમયમાં દર્દીનો જીવ કેવી રીતે બચાવી શકાય એ સમજાવી આભારવિધિ પૂર્ણ કરી હતી.
આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

Leave a Comment