July 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કોટલાવમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકીઃ સોનાના ઘરેણાં તથા રોકડ મળી રૂ.૧,૫૦,૦૦૦ની કરેલી ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: છેલ્લા બે ત્રણ વર્ષથી પારડી શહેર તથા આજુબાજુના વિસ્‍તારોમાં દિવાળી તથા ઠંડીના સમયગાળામાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ જતી હોય આ વિસ્‍તારોમાં ચોરીના બનાવો બની રહ્યા છે.
પારડીના કોટલાવ ભંડારવાડ ખાતે ગઈકાલે રાત્રે આવી જ ચડ્ડી-બનીયાન ધારી ગેંગે નેવીલભાઈ રમેશભાઈ ભંડારીના ઘરના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરીનીચેના બેડરૂમમાં રાખેલ કબાટની તિજોરી તોડી તથા પતરાના ડબ્‍બામાં રાખેલ સોનાની ચેઈન નંગ એક પોણા બે તોલાની કિંમત રૂા.70000, 2. સોનાની વીંટી નંગ બે એક તોલાની કિંમત રૂા.40,000, 3. સોનાના પેન્‍ડલ નંગ ત્રણ કિંમત રૂા.10000 તથા રોકડા રૂા.30,000 મળી કુલ રૂા.1,50,000 ની ચોરી કરી નાસી છૂટયા હતા.
ઘરની ઉપરના ભાગે સુતેલ ઘર માલીક નેવિલભાઈ સવારે 6:00 વાગે નીચે ઉતરતા તેઓએ ઘરનો દરવાજો ખુલ્લો જોતા તથા નીચેના બેડરૂમમાં રાખેલ કબાટનો સામાન વેર વિખેર હાલતમાં જોતા ચોરી થઈ હોવાની જાણ થતા તેઓએ પારડી પોલીસને જાણ કરી હતી. ચોરીની જાણ થતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી.આર. ગઢવી ઘટના સ્‍થળે પહોંચી આ ચોરીના મૂળ સુધી પહોંચવાના પ્રયત્‍નો આદર્યા હતા.
છેલ્લા બે થી ત્રણ વર્ષથી પારડી શહેર તથા આજુબાજુના વિસ્‍તારને નિશાન બનાવી ચોરી કરતી આ ચડ્ડી બનીયાન ધારી ગેંગે આ વર્ષે પણ નવરાત્રીની આગલી રાત્રે ચોરીની શરૂઆત કરી પોલીસને ફરી એકવાર પડકાર ફેંકયો છે.
જોકે ચોરોની હરકત ફળિયામાં રાખેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે ત્‍યારે આ ચોરીની તપાસ કરી રહેલ પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. ડી.એલ. વસાવા ચોરોને જલ્‍દીથી ઝભભે કરે એવી માંગ લોકોકરી રહ્યા છે.

Related posts

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ તાલુકા હેલ્‍થ કચેરીના મકાનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

vartmanpravah

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

સેલવાસની કેટલીક હોટલો, ઢાબાઓમાં નજરે પડતો સ્‍વચ્‍છતાનો અભાવ

vartmanpravah

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

Leave a Comment