Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

પંજાબ લુધીયાણામાં આયોજીત થનાર ઈન્‍ટર સ્‍ટેટ ફૂટબોલ સ્‍પર્ધામાં ગુજરાતની ટીમમાં સ્‍તુતિ શર્માની પસંદગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપીમાં અનેક ક્ષેત્રમાં સ્‍કૂલ કોલેજના બાળકો પોતાની પ્રતિભા ચમકાવતા રહ્યા છે તેવી વધુ એક પ્રતિભા ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્માની ઈન્‍ટરસ્‍ટેટ યોજાનારી ફૂટબોલ સ્‍પર્ધામાં ગુજરાતની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
આગામી તા.4 થી 11 જાન્‍યુઆરીદરમિયાન પંજાબના લુધિયાણામાં ઈન્‍ટર સ્‍ટેટ ફૂટબોલ સ્‍પર્ધા યોજાવાની છે. આ ફૂટબોલ સ્‍પર્ધામાં ગુજરાતની ટીમ પણ ભાગ લેનાર છે. ગુજરાતની ટીમમાં વાપી ચલા ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્માની પસંદગી થઈ છે. સ્‍તુતિ શર્મા મૂળ રાજસ્‍થાન ચરૂ જિલ્લાના અડવાસ ગામની નિવાસી છે તેમજ પિતા સુર્યપ્રકાશ દધિચ 25 વર્ષથી વાપીમાં વ્‍યવસાય અર્થે સ્‍થાયી થયેલા છે. ફૂટબોલ કોચ બ્રજેશ ટંડેલ અને દધિચ સમાજ વાપીએ અભિનંદન પાઠવી પ્રસન્નતા વ્‍યક્‍ત કરી છે.

Related posts

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડરના સીરીયલ કિલરની ધરપકડ કરતી વલસાડ પોલીસ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો વિદ્યાર્થી બન્‍યો ટીવી શ્રેણીમાં નારદ

vartmanpravah

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ-2024ની પ્રથમ રાષ્‍ટ્રીય લોક અદાલત તા.9 માર્ચે યોજાશે

vartmanpravah

Leave a Comment