Vartman Pravah
Breaking Newsદમણદીવ

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

આજે સવારે 9 કલાકે સ્‍વ. પી.એસ.જાનીની અંતિમ યાત્રા નીકળશે

સંઘપ્રદેશમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઅù અને તેમના ચાહક વર્ગમાં ફેલાયેલી શોકની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 10

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને નિવૃત્ત દાનિક્‍સ અધિકારી શ્રી પરિમલ જાનીનું આજે ટૂંકી માંદગી બાદ સુરતની હોસ્‍પિટલમાં નિધન થતાં તેમના વિશાળ ચાહક વર્ગમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. સ્‍વ. પરિમલ એસ. જાનીની સ્‍મશાન યાત્રા આવતી કાલ તા.11મી સપ્‍ટેમ્‍બરના રોજ સવારે 9:00 કલાકે તેમના નિવાસ સ્‍થાન સાંઈકૃપા-04 નાની દમણથી મોટી દમણ ભીતવાડી સ્‍મશાન ગૃહમાં નિકળવાની હોવાની જાણકારી સદ્‌ગત જાનીના મિત્રવર્તુળે આપી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્‍વ. પી.એસ.જાનીએ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં વિવિધ પદો ઉપર પોતાની સફળ કામગીરી બજાવી હતી. દમણના બી.ડી.ઓ.થી લઈ જિલ્લા પંચાયત, નગરપાલિકા, શિક્ષણ વિભાગ, કાર્મિક વિભાગ, નાયબ કલેક્‍ટર જેવા વિવિધ પદો ઉપર પોતાની ફરજ બજાવી ચુક્‍યા હતા. તેઓ દમણ-દીવના પ્રથમ દાનિક્‍સ અધિકારી પણ બન્‍યા હતા અને દિલ્‍હી પ્રશાસનમાં પણ પોતાની ફરજ બજાવનારા તેઓ સંઘપ્રદેશના પ્રથમ અધિકારી હતા.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને સ્‍વ. પી.એસ.જાનીની સિનિયોરીટી અને કામ કરવાની શૈલીથી પ્રભાવિત થઈ દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે પણ નિયુક્‍તિ કરી હતી. તેઓ છેલ્લે દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીના પદ ઉપરથી સેવાનિવૃત્ત થયા હતા.

સ્‍વ. પી.એસ.જાની હંમેશા હસમુખા અને દરેકને મદદરૂપ થવાની ભાવના રાખતા હતા. તેમના નિધનના સમાચારથી સમસ્‍ત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

સ્‍વ. પી.એસ.જાનીના પાર્થિવ દેહને આવતી કાલે સવારે 9 વાગ્‍યે મોટી દમણ ભીતવાડી સ્‍મશાન ગૃહ ખાતે અગિ્નદાહ આપવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Related posts

ચોથું નોરતું- શ્રી ખોડલધામ આયોજિત નવરાત્રિ મહોત્‍સવના ચારેય ઝોનમાં ખૈલાયાઓથી ગ્રાઉન્‍ડ ભરચક્ક

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ

vartmanpravah

હેગ ન્‍યાયાલયનો ચુકાદો અને ભારતમાં વિલિનીકરણ

vartmanpravah

Leave a Comment