પડોશીઓનો ઝઘડો ઢોર મારમાં પરિણમતા શમીર શેખ અને રોશન શેખ સામે ફરિયાદ નોંધાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી કબ્રસ્તાન રોડ ઉપર આવેલ ઈન્કલેવ બિલ્ડીંગમાં ગતરોજ પાડોશીઓ ઝઘડો, મારામારી સુધી પહોંચી જતા એક મહિલાને ઢોર માર મારવામાં આવતા માતા-પૂત્ર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વાપી કબ્રસ્તાન રોડ વિસ્તારમાં આવેલ ઈન્કલેવ બિલ્ડીંગમાં પડોશીઓનો ઝઘડો થયો હતો. તેમાં શમીર શેખ અને રોશન શેખ નામના મા-પૂત્રએ પડોશી મહિલાને પકડી ઢોર માર માર્યો હતો. પૂત્ર દમણ નોકરી ઉપર હતો તેની પત્નીને માર મારતા માતા વચ્ચે પડીને છોડાવા ગયેલ તો માતાને પણ ઢીક મુક્કી મારી માર માર્યો હતો. ઘાયલ અજીજ શેખની પત્નીને જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. વાપી ટાઉનમાં ફરિયાદ બાદ આજે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી.