September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ.ના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્‍યોઃહવે વિવિધ કમિટીની રચના કરાશે

ગુરૂવારે મિટિંગમાં ઉપ પ્રમુખ તરીકે મગન સાવલીયા, સેક્રેટરી કલ્‍પેશ વોરા, જો.સેક્રેટરી ચન્‍દ્રેશ મારૂ, ટ્રેઝરર મિકાસ શાહની વરણી થયેલી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: તાજેતરમાં વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ તેમજ 2205 ઓફિસ બેરરની જાહેરાત કરાઈ હતી. ગુરૂવારે પ્રમુખ સતિષભાઈ પટેલ વી.આઈ.એ.ની આગામી ત્રણ વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.
ગત શનિવારે મળેલ એ.જી.એમ.માં ઉપ પ્રમુખ તરીકે મગન સાવલીયા, સેક્રેટરી તરીકે કલ્‍પેશ વોરા, જો.સેક્રેટરી તરીકે ચન્‍દ્રેશ મારૂ અને ટ્રેઝરર તરીકે મિકાસ શાહની વરણી કરાઈ હતી. ગુરૂવારે તમામ ઓફિસ બરોએ વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. હવે વી.આઈ.એ.ની 35 જેટલી કમિટીની રચના ટુંક સમયમાં કરાશે તે માટે ઈ.સી. બેઠક મળશે અને નિર્ણય કરવામાં આવશે. હાલમાં નવી કમિટી અંગે કવાયત શરૂ થઈ ગઈ છે. વી.આઈ.એ.ની નવી ટર્મ અગાઉ જાહેર કર્યા મુજબ સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ નવો ઓડિટોરિયમ, 75 એમ.એલ.ડી. સીઈટીપી ક્ષમતા જેવા પ્રોજેક્‍ટ હાથ ધરવાની અગાઉથી જાહેર કર્યા મુજબ તેની કામગીરી જલદી પૂર્ણ થાય તેવી લાગણી મેમ્‍બરોમાં જોવા મળી રહી છે.

Related posts

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

vartmanpravah

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

vartmanpravah

દમણ ખાતે ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્‍ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

vartmanpravah

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

vartmanpravah

Leave a Comment