October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ સાયલી ભીલોસા કંપની નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્‍થળ પર જ મોત

ઈજાગ્રસ્‍ત એક યુવાન સેલવાસ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના સાયલી ગામ ખાતે ભીલોસા કંપનીના ગેટ નંબર 1 પાસેથી બાઈક ઉપર ત્રણ યુવાનો સવાર થઈ રહ્યા હતા. તે સમયે ત્‍યાંથી પસાર થઈ રહેલ એક ટ્રકચાલકે બાઈકને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં બાઈક ઉપર સવાર ત્રણ પૈકી બે યુવાનોના ઘટના સ્‍થળ પર જ કરૂણ મોત થયા હતા અને એકયુવાન ઈજાગ્રસ્‍ત બનતા સારવાર માટે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર હરેશ પટેલ (ઉ.વ.30) રહેવાસી ખાંભડા, તાલુકો ચીખલી જે બાઈક નંબર જીજે-21 એકે-0624 પર દાદરા નગર હવેલીના સાયલી ખાતે આવેલી ભીલોસા કંપનીના ગેટ નંબર 1 નજીકથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે અચાનક બાજુમાંથી પસાર થતાં બાઈક ટ્રકની અડફેટે આવી ગઈ હતી. બાઈક ઉપર સવાર ત્રણે યુવાનો જોરથી જમીન પર પટકાયા હતા, જેમાંથી બે યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે તેમના ઘટના સ્‍થળ પર કમકમાટીભાર્ય મોત થયા હતા જ્‍યારે હરેશને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
આ અકસ્‍માતની ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને પોલીસ તથા ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સને કોલ કર્યો હતો. સાયલી પોલીસની ટીમ પણ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્‍ત યુવાનને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સારવાર અર્થે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. મૃતક બે યુવાનોની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી દેવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સના સ્‍ટાફ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે  શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો

vartmanpravah

વલસાડના ધરાસણામાં અષાઢી બીજે ભારે પવનથી એક વિધવા મહિલાનું મકાન તૂટી પડ્‍યું: મહિલાનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વડોદરા-મુંબઈએક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા

vartmanpravah

Leave a Comment