January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના નાગરિકોની વચ્‍ચે સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023ના પ્રોત્‍સાહન હેતુ દરેક વોર્ડમાં સ્‍વચ્‍છતા બનાવી રાખવાની પહેલ કરી છે હોટલ, શાળા-કોલેજ, આવાસીય કલ્‍યાણ એસોસિએશન/મહોલ્લો, હોસ્‍પિટલ, સરકારી કાર્યાલય અને માર્કેટ એસોસિએશન વચ્‍ચે સ્‍વચ્‍છતા માટે એક સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં નાગરિકોને અધિકતમ ચાલની સાથે સ્‍થાનોના સમગ્ર અનુભવમાં સુધારના સબંધિત સંચાલન જોવામાં આવશે. જે સંદર્ભે નાગરિકો દ્વારા નાગરિકો માટે સ્‍વચ્‍છતા સર્વેક્ષણ-2023 ટૂલકીટના અંતર્ગત પાલિકા દ્વારા આ મૂલ્‍યાંકન આગામી 15મી ડિસેમ્‍બર સુધી થશે અને ત્‍યારબાદ સર્વશ્રેષ્ઠ હોટલ, શાળા, આવાસીયકલ્‍યાણ એસોસિએશન, હોસ્‍પિટલ, સરકારી કાર્યાલય, માર્કેટ એસોસિએશનને વિધિવત સન્‍માનિત કરવામાં આવશે અને તેઓને પાલિકા દ્વારા સ્‍વચ્‍છતા રેંકિંગ માટે પ્રોત્‍સાહક પ્રમાણપત્ર આપવામાં આવશે. જેથી આ હરીફાઈમાં ભાગ લેવા 15ડિસેમ્‍બર સુધીમાં મૂલ્‍યાંકન પત્ર પ્રસ્‍તુત કરવાનું રહેશે. ત્‍યારબાદ મૂલ્‍યાંકન સમિતિ સબંધિત વિસ્‍તારની મુલાકાત લેશે અને એ દરમિયાન સમિતિ દ્વારા રેંકિંગ નક્કી કરવામાં આવશે.

Related posts

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

vartmanpravah

vartmanpravah

વાપી જે.સી.આઈ. દ્વારા નાઈટ ફિમેલ મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

vartmanpravah

નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશને દાનહના જર્જરિત રસ્‍તાઓની મરામ્‍મત કરવા કલેક્‍ટરને આપેલું આવેદન પત્ર

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્‍થાનઃ દાભેલ ચેકપોસ્‍ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ

vartmanpravah

Leave a Comment