July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ટેબલ ટેનિસની સ્‍પર્ધામાં જ્ઞાનધામ સ્‍કૂલનો વિદ્યાર્થી પ્રથમ વિજેતા બન્‍યો

વિદ્યાર્થી નિક્ષિત સુમિત બેડીયાનું જિલ્લા સ્‍તરે શાનદાર પ્રદર્શન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપીની સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓની અનેક પ્રતિભાશિક્ષણ સાથે રમત ગમત સાંસ્‍કૃતિક-જેવી ઈતર પ્રવૃત્તિઓમાં પોતાની શાનદાર પ્રતિભા અવાર નવાર ઉજાગર કરતા હોય છે. તેવી પ્રતિભા વાપી જ્ઞાનધામ સ્‍કૂલના એક વિદ્યાર્થીએ વલસાડ જિલ્લા ટેબલ ટેનિસ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવી સ્‍કૂલ અને વાપીનું નામ રોશન કર્યું છે.
વાપી જ્ઞાનધામ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો નિક્ષિત સુમિત બેડીયાએ જિલ્લા સ્‍તરની ટેબલ ટેનિસ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તાજેતરમાં આયોજીત ટેબલ ટેનિસ સ્‍પર્ધામાં નિક્ષિત બેડીયાએ અંડર 15 ની રેન્‍જમાં ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં નિક્ષિત બેડીયા જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્‍યો હતો. સ્‍કૂલ પરિવાર અને વાપીનું નામ નિક્ષિતએ રોશન કર્યું હતું.

Related posts

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા” યોજાઈ

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment