December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડના મળતાવડા સ્‍વભાવનાં અગ્રણી બિલ્‍ડર પીન્‍ટુભાઇ ઉર્ફે પુરંજયભાઈ વશીને આજે સવારે હાર્ટએટેક આવતા થયેલાં અવસાનથી તેમના મિત્રવર્તુળ સહિતના લોકો ઘેરા આઘાતમાં સરી પડ્‍યા છે. તેમની અંતિમયાત્રા શુક્રવારે સવારે લઈ જવામાં આવશે.
વલસાડમાં ખૂબ મોટું નામ ધરાવતા શિવમ ડેવલોપર્સના બિલ્‍ડર એવા 47 વર્ષીય પુરંજયભાઈ ઉર્ફે પિન્‍ટુભાઈને આજે સવારે 9 વાગ્‍યાની આસપાસ તેમના વલસાડનાં હાલર સ્‍થિત ઘરે હૃદયરોગનો હુમલો આવ્‍યો હતો. જેની સ્‍વજનોને જાણ થતા તેમને વલસાડના ડોક્‍ટર હાઉસમાં લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં તબીબોએ પ્રયત્‍ન કર્યા હતાં પરંતુપિન્‍ટુભાઈનું અવસાન થયું હતું.
ખૂબ જ મળતાવડા સ્‍વભાવના અને દરેક સારા કાર્યોમાં દાન-હાજરી આપી સતકાર્યોની સુવાસ ફેલાવનારા પિન્‍ટુભાઈના અચાનક અવસાનથી વલસાડના બિલ્‍ડરો, સેવાભાવી સંસ્‍થાનાં સંચાલકો, અગ્રણીઓ સૌ કોઈ આઘાતમાં સરી પડ્‍યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ નિવાસસ્‍થાને ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. જોકે પીન્‍ટુભાઇના ભાઈ સ્‍વ. સેજુભાઈ વશીના પુત્રી હરિની યુએસએ હોય તેઓ આવતીકાલે સાંજે યુએસએથી ભારત આવી જાય ત્‍યારબાદ પિન્‍ટુભાઈની શુક્રવારે સવારે અંતિમયાત્રા લઈ જવામાં આવશે. પિન્‍ટુભાઈ હાલ તેમના બે પુત્રો નંદીશ અને હવિસને એકલાં છોડી ગયા છે.

Related posts

લોકસભા ચૂંટણી-2024ની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 12.27 લાખની જપ્ત કરેલી રોકડ

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં વૃદ્ધ દંપતિના ઘરમાં પાંચ જેટલા લૂંટારૂઓ ત્રાટકી ચપ્‍પુની અણીએ સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

વાપીની કંપનીમાંથી ચોરી કરતી ગેંગના 8 ઈસમોને એસઓજી ટીમે ઝડપી પાડી રૂા.14.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

Leave a Comment