December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવેનો અજબ ગજબનો નિયમ કરમબેલાથી વાપી પેસેન્‍જર ટ્રેનમાં એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું લાગે છે

પેસેન્‍જર ટ્રેનનું ભાડું માત્ર 10 છે પરંતુ ત્રણ પેસેન્‍જર ટ્રેનમાં રૂપિયા 30 ભાડું વસુલ કરાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: રેલવેના અમુકનિયમો તો સમજ ની બહારના હોય છે તેવુ કરમબેલા સ્‍ટેશનથી વાપી સુધીની પેસેન્‍જર ટ્રેનમાં મુસાફરી કરો તો એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું ચૂકવવું પડે છે. પેસેન્‍જર ટ્રેનનું ભાડું 10 રૂપિયા છે પણ એવી ત્રણ પેસેન્‍જર ટ્રેન છે કે તેમાં 30 રૂપિયા એટલે કે એક્‍સપ્રેસનું ભાડું ચુકવવુ પડે છે. રેલવેનો આ નિયમ મુસાફરોની સમજ બહારની છે.
મુસાફરો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ટ્રેન નં.19425 નંદુરબાર પેસેન્‍જર ટ્રેન નં.19417 અમદાવાદ પેસેન્‍જર અને ટ્રેન નં.19101 શટલ ટ્રેન આ ત્રણેય ટ્રેન દરેક સ્‍ટેશન થોભે છે અને સામાન્‍ય રીતે પેસેન્‍જર ટ્રેન માનવામાં આવે છે. પરંતુ આ ત્રણેય ટ્રેનનું ભાડું કરમબેલાથી વાપી સુધી એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું લેવાય છે. આમાં નિયમ રેલવેનો વિચિત્ર છે. મેમુ જેવી ટ્રેન જેનો નંબર શુન્‍યથી શરૂ થતો હોય તેનું ભાડું 10 રૂપિયા છે. રેલવેને બેધારી નિતિ અને નિયમથી મુસાફર જનતા પરેશાન છે. રેલવેના જણાવ્‍યા અનુસાર આ નિયમ એક વર્ષથી લાગું કરાયો છે. કેમ લાગું છે તેનો જવાબ અનુત્તર છે.

Related posts

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

vartmanpravah

વલસાડમાં એક જ સ્‍થળે છેલ્લા ત્રણ દિવસથી લાગતી ભેદી આગ : લોકો ભયભીત

vartmanpravah

વાપી હાઈવે પેપીલોન હોટલ સામે જી.ઈ.બી.ની ડીપીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવન ખાસ કરીને શિક્ષકો માટે પ્રેરણાદાયીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment