વાપીના દરેક સમુદાય માટે અંબામાતા મંદિરની નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બનેલ છે
(વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપી વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ ચરમ સીમાએ ચાલી રહ્યો છે. જો કે જાહેર સાર્વજનિક નવરાત્રી મહોત્સવ એકમાત્ર જીઆઈડીસી સ્થિત અંબામાતા મંદિરનો છે. જ્યાં દરરોજ રાતે હજારો ભાવિકોનો માનવ મહેરામણ ઉમટી પડે છે.
વાપીમાં જોકે આકર્ષનું કેન્દ્ર અને નવરાત્રીનું આયોજન રોટરી થનગનાટ છે પરંતુ મોંઘા પાસ અને પ્રોફેશનલ આયોજન હોવાથી આમ સામાન્ય જનતા માટે રોટરી થનગનાટના ગરબા જોવા માણવા દોહલ્યા છે. પરંતુ બીજી તરફ વાપી અંબામાતા મંદિરમાં પરંપરાગત રીતે થતું સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન આમ સામાન્ય લોકો મહત્ત્વનું અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ખાસ કરીને પરપ્રાંતિઓ માટે તો નવલું નજરાણું બની રહેલ છે. દરરોજ રાત્રે અકલ્પનિય માનવ મહેરામણ અંબામાતા મંદિરના ગરબા જોવા ઉમટી પડે છે. કોઈ ટિકિટ કે પાસ નહી તેથી સામાન્ય જનતા માટે અતિ સુલભ પડે છે. વિશાળ ગ્રાઉન્ડ, રોશનીથી શણગારેલ છે. મંદિર પણ શિખરો દૈદિપ્યમાન છે. વિશાળ જગ્યા હોવાથી વાપીમાં અંબામાતા મંદિરની નવરાત્રી ખુબ આકર્ષણ જમાવી રહી છે.