December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં EPC -4 ‘સ્વની સમજ’ અંતર્ગત ‘આધ્યાત્મિક સ્પર્શ : સ્વની ખોજ’ વિષય પર ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમા ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમમાં સદગુરુ દામોદર દાસજીના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું, સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આચાર્ય ડો. પ્રિતી જે. ચૌહાણ દ્વારા પ્રભુજીનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ કૉલેજ પરિવાર વતી સ્મૃતિ ભેટ ડૉ. ગુંજન વશી દ્વારા આપવામાં આવી હતી.પ્રથમ દિવસે ‘સુખ અને આનંદ’ ની શોધ વિષય પર તાલીમાર્થીઓને સાચા સુખ / આનંદની અનુભૂતિ કરાવી. બીજા દિવસે ‘શું ભગવાન નું અસ્તિત્વ છે?’ વિષય પર બ્રેઈન સ્ટ્રોમિંગ કરાવાયું,ત્રીજા દિવસે ‘ભગવાન કોણ છે ?’ માત્ર આપણું જીવન ચલાવે તે ભગવાન છે કે આખા બ્રહ્માંડને ચલાવનાર એક ક્રિયેટર છે તેની ઝાંખી કરાવી. ચોથા દિવસે ‘હું કોણ છું? મારું અસ્તિત્વ શા માટે? ‘મારા જીવનનું ધ્યેય શું હોવું જોઇએ ?તેના તરફ લઈ ગયાં. પાંચમા દિવસે ‘શા માટે સારા માણસો સાથે ખરાબ વસ્તુઓ ઘટે છે?’આ વિષય દ્વારા હકારાત્મક વલણ ઊભું કર્યું . છઠ્ઠા દિવસે ‘યોગ શું છે ?’ વિષય ઉપર આપણા જીવનમાં યોગ દ્વારા જોડાવાની ભાવના ઉભી થાય તેનો અહેસાસ કરાવ્યો. અને અંતમાં સાતમા દિવસે ‘આપણા રોજિંદા ઘરેલુ જીવનમાં ભગવદ્દ ગીતા જ્ઞાનને કેવી રીતે ઉપયોગમાં લેવાય?’ તેની સમજૂતી આપવામાં આવી હતી. તેમજ અંતે તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. આમ આ સાપ્તાહિક કાર્યક્રમમાં તાલીમાર્થીઓ ચિંતન ,મનન અને વિસ્તૃત જ્ઞાન દ્વારા પોતાના સ્વની ખોજ કરવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. સારિકા પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વૈશાલી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બદલ ચેરમેન શ્રી મીલન દેસાઈ અને આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ એ શુભેચ્છા પાઠવી હતી.

Related posts

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના પ્રાધ્‍યાપક ભરત દીક્ષિત પીએચડી થયા

vartmanpravah

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

Leave a Comment