January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલ

આરોપી ચંદ્રમા ઉધો યાદવને રૂા.20 હજાર રોકડના દંડની પણ ફટકારેલી સજા, અને જો રૂા.20 હજાર રોકડનો દંડ ભરવા અસમર્થ રહેશે તો વધુ 6 મહિનાની સાદી કેદ થશે

કેસમાં સરકારી વકીલ નિપુણાબેન એમ. રાઠોડે કરેલી ધારદાર દલીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : ગુજરાતના વલસાડ અને મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લગભગ એક વર્ષ પહેલાં સેલવાસના ઉલ્‍ટન ફળિયા વિસ્‍તારમાં એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરવાના ગુનામાં આજે સેલવાસની ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટે ચુકાદો આપ્‍યો હતો. જેમાં પોક્‍સો એક્‍ટ હેઠળ આરોપીને 20વર્ષની સખત કેદ અને રૂા.20હજાર રોકડનો દંડ તથા જો રૂા.20હજાર રોકડનો દંડ ભરવા અસમર્થ રહેશે તો વધુ 6 મહિનાની સાદી કેદનો ચુકાદો પણ સંભળાવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના ઉલ્‍ટન ફળિયા વિસ્‍તારમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એક પુરૂષ નરાધમે દુષ્‍કૃત્‍ય કરવાની ઘટના અંગે સેલવાસ પોલીસ મથકમાં 06નવેમ્‍બર, 2023ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે માસૂમ બાળકી સાથે દુષ્‍કર્મ કરનાર નરાધમચંદ્રમ ઉધો યાદવની તાત્‍કાલિક ધરપકડ કરી હતી. આ ઘટનાની તપાસ પી.એસ.આઈ. શ્રીમતી જ્‍યોતિ પટેલ કરી રહી હતી અને આગળની કાર્યવાહી ઝડપથી કરીને દુષ્‍કર્મ કરનાર નરાધમને સેલવાસની ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો. કોર્ટમાં આ કેસની સુનાવણી દરમ્‍યાન સરકારી વકીલ શ્રીમતી નિપુણાબેન રાઠોડે જજ શ્રીમતી એસ.એસ.સપાટનેકર સમક્ષ દરેક પુરાવા અને ધારદાર દલીલો બાદ એમણે અદાલતને અપીલ કરી કે આ જઘન્‍ય અપરાધ માટે આરોપીને સખ્‍તમાં સખ્‍ત સજા કરવામાં આવે જેથી સમાજમાં એક ઉદાહરણ બને.
આ કેસની આજે સુનાવણી કરતા સ્‍પેશિયલ જજ અંડર પોક્‍સો એક્‍ટ શ્રીમતી એસ.એસ.સપાટનેકર દ્વારા આરોપી ચંદ્રમ ઉધો યાદવને પોક્‍સો એક્‍ટ-2012 અંતર્ગત 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 20 હજાર રોકડના દંડની સજા સંભળાવવામાં આવી હતી. આરોપી અગર જો રૂા.20 હજાર રોકડનો દંડ ભરવા નિષ્‍ફળ રહેશે તો વધુ 6 મહિનાની સાદી કેદની સજાનો પણ ચુકાદો આપ્‍યો હતો.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણ ભાજપ દ્વારા યોજાયેલી પ્રભાતફેરી

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

વલસાડમાં હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી મહેફીલમાં પોલીસે ભંગાણ પાડયું: ભાજપના નેતાઓ સહિત 15 ઝડપાયા

vartmanpravah

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

વાપી ગુંજનમાં સોશિયલ મીડિયામાં સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા કારના બોનેટ પર કરેલો સ્‍ટંટ બે યુવકને ભારે પડયો

vartmanpravah

Leave a Comment