January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સતત ત્રીજી વખત હરિયાણા વિધાનસભા ભાજપે હાંસલ કરતા જીતની ખુશી મનાવતો પારડી શહેર ભાજપ

ફટાકડા ફોડી,મીઠાઈઓ વહેંચી ભારત માતાના જય જયકાર થી
સમગ્ર પારડી ઝૂમી ઉઠ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: ગઈ તા.8/10/2024 ને મંગળવારે રાત્રે નવ વાગ્‍યે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત મળેલા શાનદાર વિજયની ઉજવણી પારડી શહેર ભાજપ દ્વારા પારડી મુખ્‍ય ચાર રસ્‍તા બ્રિજ નીચે સૌ કાર્યકર્તાઓ ભેગા થઈ ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી.
પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની રાહબરી હેઠળ ખૂબ જ ટૂંકા સમય ગાળામાં રાખવામાં આવેલ આ વિજયોત્‍સવ કાર્યક્રમમાં ભાજપના ખૂબ મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા અને ભારત માતા કી જય, નરેન્‍દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્‍હારે સાથ હૈ જેવા અનેક સૂત્રોચારોને લઈ સમગ્ર પારડી શહેર વિવિધ નારાઓથી ગુંજી ઉઠ્‍યું હતું.
આજના આ વિજ્‍યોત્‍સવ કાર્યક્રમમાં પારડી ભાજપ શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી પ્રણવ દેસાઈ, પારડી શહેર ભાજપ યુવા પ્રમુખ જેસિગ ભરવાડ, રાજન ભટ્ટ અજિત ભંડારી, પંકજ પટેલ, ધર્મેશ માલી, જીતુ ઓઝા, મુન્ના દેસાઈ, ફાલ્‍ગુની ભટ્ટ, અમિત રાણા સહિત મોટી સંખ્‍યામાં ભાજપ કાર્યકર્તા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

ચીખલી નજીકના એક ગામની સગીરાને હેરાન-પરેશાન કરનાર શખ્‍સ વિરૂધ્‍ધ પોક્‍સોએક્‍ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ તથા જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ દ્વારા દમણમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા આત્‍મનિર્ભર કિસાન અભિયાનનો કરાવેલો પ્રારંભ

vartmanpravah

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

vartmanpravah

દાનહઃ દપાડામાં કંપની સ્ટાફની બસ સાથે મોપેડ અથડાતા ઈજા પામેલ મોપેડચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત

vartmanpravah

Leave a Comment