August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

ભાગલધરાના કેટલાક વિસ્‍તારના ઘરોમાં પાણી ભરાઈ
જતા જનજીવન ઠપ્પ થઈ ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા લગાતાર વરસાદે આડઅસરો સર્જવી શરૂ કરી દીધી છે. વલસાડ પાસેથી વહેતી ખરેરા નદીમાં બાંધવામાં આવેલ બે લો લેવલ પુલ નદીના પાણીમાંગરકાવ થતા સ્‍થાનિક લોકોની અવરજવર અટકી પડી છે.
વલસાડ નજીક વહેતી ખરેરા નદીમાં બંધાયેલ બે લો લેવલના પુલ પાણીમાં ડૂબી ગયા છે. પરિણામે સ્‍થાનિકોને અવર જવર કરવા માટે 15 થી 20 કિલોમીટરનો ચકરાવો લેવો પડી રહ્યો છે. આ લો લેવલના પુલ થકી ગ્રામ્‍ય વિસ્‍તારનો રોડ જોડાયેલો છે. આ રોડ નવસારી ટુંકા અંતરે પહોંચાડે છે. નદીના પુલ ડૂબી જતા નવસારી અવર જવર કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાત શિક્ષકો વિગેરેને નવસારી પહોંચવા હવે 15 થી 20 કિલોમીટરનો લાંબો ચક્કર મારવાની નોબત આવી છે. હાઈવે ઉપર આવેલ વાઘલધરા ગામના નીચાણવાળા વિસ્‍તારના 20 ઉપરાંત ઘરોમાં વરસાદી હેલીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. રસોઈ-પિવાના પાણીની પારાવાર મુશ્‍કેલી વેઠી રહ્યા છે. હજુ તો ચોમાસાની માત્ર શરૂઆત જ છે. તેમ છતાં ગ્રામજનોમાં કુદરતી આફત અનરાધાર વેઠી રહ્યા છે.

Related posts

ઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્‍તારમાં પથરાયેલી ઓઈલ વેસ્‍ટની કાળી ચાદર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah

વાપીમાં ફરી હવા પ્રદૂષણ નિયંત્રણ બહાર: એર ક્‍વોલિટી (એક્‍યુઆઈ) 222 પહોંચ્‍યો

vartmanpravah

મસાટથી માલસામાન ભરેલ ટેમ્‍પોની ચોરીના બે આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી

vartmanpravah

Leave a Comment