October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચાર

સાયલી અને રખોલી ગ્રામ પંચાયતે કંપનીને નોટિસ ફટકારી રૂા.1.14 લાખનો વસૂલેલો દંડ

સંઘપ્રદેશના પોલ્‍યુશન વિભાગદ્વારા ઝેર ઓકતી અને કુદરતીસ્ત્રોતોને નુકસાન પહોંચાડતી કંપની વિરૂદ્ધ કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા અનેક તર્ક-વિતર્ક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : દાદરા નગર હવેલીના સાયલી એક્‍સ્‍ટેનશનમાં આવેલ જે.એસ.કે. ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડવાના કારણે નદીનું પાણી સફેદ કલરનું બની ગયું હતું અને પાણીમાં રહેલ માછલીઓ પણ મરી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે ગ્રામજનોએ પંચાયતમાં ફરિયાદ કરતા પંચાયતની ટીમ અને ડિઝાસ્‍ટર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
દરમ્‍યાન નદીનું પાણી કેમિકલયુક્‍ત જોવા મળ્‍યું હતું અને માછલીઓ પણ મોટાપ્રમાણમાં મરેલી હાલતમાં જોવા મળી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ સાયલી અને રખોલી ગ્રામ પંચાયત દ્વારા કંપનીને નોટિસ ફટકારી હતી અને રૂા.1.14 લાખનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો.
ગ્રામજનોના જણાવ્‍યા પ્રમાણે નદીનું પાણી સ્‍થાનિક ખેડૂતો ખેતી માટે ઉપયોગમાં લે છે અને બાળકો પણ આ નદીમાં ન્‍હાવા-તરવાની મજા માણે છે. પરંતુ કંપની દ્વારા પ્રદૂષિત કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડવાના કારણે નદીનું જળ પ્રદૂષિત બની જવા પામ્‍યું છે જેની સીધી અસર ખેતી તથા માણસો અને પશુ-પક્ષીઓમાટે પણ ખતરનાક બની શકે છે. ઘટના બાબતે હાલમાં સાયલી અને રખોલી પંચાયત દ્વારા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આજુબાજુના રહેવાસીઓ તથા ગામલોકોમાં સવાલ એ છે કે શું પોલ્‍યુશન વિભાગ દ્વારા ઝેર ઓકતી આવી કંપનીઓ વિરુદ્ધ કાયદેરસરની કાર્યવાહી કરીને પ્રદૂષણ ફેલાવતા બંધ કરાવશે? કે પછી…

Related posts

વાપી છરવાડામાં પૈસાનો વરસાદ વરસાવી કહી રૂા.1.62 લાખની ઠગાઈ : બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

vartmanpravah

લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તપાસ દરમિયાન દમણમાં ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા એક સપ્તાહમાં રૂા.4.5 લાખની રોકડ અને 1.88 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકા યુવા ભાજપા સંગઠનની મળેલી કારોબારી બેઠક

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment