(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ખેરગામમાં રામજી મંદિરે ચાલી રહેલી પ્રફુલભાઈ શુક્લની દેવી ભાગવત કથામાં આજે દુર્ગા અષ્ટમીના દિવસે સમૂહ નવ ચંડી યજ્ઞ યોજાયો હતો. અમેરિકાથી દિલીપભાઈ ચન્દ્રકાન્ત મોદી દ્વારા ટેલિફોનિક સંકલ્પ લેવાયો હતો. આચાર્ય અને સહ વક્તા મિતેશભાઈ જોશી, ચિંતન જોશી, અનિલભાઈ શુક્લ, અંકુરભાઈ શુક્લ દીપકભાઈ બારોટ દ્વારા મન્ત્ર ઉચ્ચાર કરવામાં આવ્યા હતા. બીલીમોરા, ગણદેવી વિસ્તારના ભા.જ.પ. મહિલા અગ્રણી સુમિત્રાબેન માહલા, તા.પં. ઉપ પ્રમુખ લીનાબેન અમદાવાદી, રસ્મિબેન ટેલર, ઊર્મિષબેન ગજ્જર, જાગૃતિબેન અનિલભાઈ કાપડિયા, મોહનભાઈ પટેલ, બિપીનભાઈ ભેરવી, ઉષાબેન ચીમન પાડા યુવરાજ સિંહ બેસને, રમેશભાઈ કુંવાવાળા, ડો.દેવેન્દ્રભાઈ માહલા, લીલાબેન પટેલ, મનુભાઈ રૂપાભવાની, જીતુ રાજપુરોહિત સહીત મોટી સંખ્યામાં ભાવિકો યજ્ઞમાં બિરાજીને આહુતિ આપી હતી. રામજી મંદિર ટ્રસ્ટ, મહિલા મન્ડલ, જાયન્ટ ગ્રુપ, અને ગોપી મંડલનાસહયોગથી સુવર્ણ જ્યંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.
આજે કથામાં મહાકાળી પ્રાગટય ઉત્સવ ઉજવતા પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે, માઁ શબ્દમાં આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે. મા કરુનામયિ કાલી છે. આઠમું નોરતું મહાગોવરી માતાનું છે. શારદીય નવરાત્રી અને દેવી ભાગવત કથાને શુક્રવારે 12 વાગે વિરામ આપવામાં આવશે. માતાજીની મૂર્તિ અને જવારાને ઔરંગા નદી પર શનિઘાટ પર વિસર્જન કરવામાં આવશે. બપોરે ભોજન પ્રસાદ ભંડારો બીલીમોરાના સુમિત્રાબેન માહલા તરફથી રાખવામાં આવ્યો છે. વેદાંશ્રમ નાંધાઈના રતિલાલ પટેલનું મિતેશભાઈ જોશીએ સન્માન કર્યું હતું.

Previous post