September 21, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિઃ તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી હંમેશા પ્રેરણા આપતી રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના સાંસદ કાર્યાલય ખાતે પોતાની ટીમ સાથે પદ્મવિભૂષણ શ્રી રતન તાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આજે ભારતે એક મહાન દાનવીર ઉદ્યોગપતિ અને પ્રેરણાદાયક વ્‍યક્‍તિત્‍વને ગુમાવ્‍યું છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ પદ્મવિભૂષણ શ્રી રતન તાતાએ ફક્‍ત ભારતીય ઉદ્યોગ જગતને જ નવી ઊંચાઈઓ પર નથી પહોંચાડયા, પરંતુ પોતાના સામાજિક કાર્યોથી પણ અનેક બુલંદીઓ સર કરી છે. તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી આપણને દરેકને પ્રેરણા આપતી રહેશે અને તેમની કમી આપણાં દરેકને હંમેશ માટે વર્તાતી રહેશે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર મુકામે વિજ્ઞાન શિક્ષકોની રાજ્ય કક્ષાની રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિર યોજાઈ

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજનું સંગઠન સંમેલન યોજાયું

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્‍થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજી

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ-ભરડામાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં શ્રેય ઈલેવન ચેમ્‍પિયન, રનર્સઅપ તરીકે જલારામ ઈલેવનઃ બંને ટીમોને રોકડ તથા ટ્રોફિ એનાયત કરાઈ

vartmanpravah

Leave a Comment