(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના સાંસદ કાર્યાલય ખાતે પોતાની ટીમ સાથે પદ્મવિભૂષણ શ્રી રતન તાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ભારતે એક મહાન દાનવીર ઉદ્યોગપતિ અને પ્રેરણાદાયક વ્યક્તિત્વને ગુમાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ પદ્મવિભૂષણ શ્રી રતન તાતાએ ફક્ત ભારતીય ઉદ્યોગ જગતને જ નવી ઊંચાઈઓ પર નથી પહોંચાડયા, પરંતુ પોતાના સામાજિક કાર્યોથી પણ અનેક બુલંદીઓ સર કરી છે. તેમની સાદગી નેતૃત્વ અને દૂરંદેશી આપણને દરેકને પ્રેરણા આપતી રહેશે અને તેમની કમી આપણાં દરેકને હંમેશ માટે વર્તાતી રહેશે.