(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : ભારત દેશ માટે બુધવારની રાતે શોક અને આઘાત આપતા સમાચાર મળ્યા હતા. દેશના મહાન ઉદ્યોગપતિ અને ટાટા સામ્રાજ્યના હામી એવા પદ્મવિભૂષણ શ્રી રતન તાતાનું મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. પદ્મવિભૂષણ સ્વ. રતન ટાટા ભારત દેશનું રતન હતા. સમાચાર બાદ આખો દેશ શોકમગ્ન બન્યો હતો. સોશિયલ મીડિયાથી લઈ ન્યુઝચેનલમાં રતન ટાટા માટે અકલ્પનીય શ્રધ્ધાંજલી દૌર શરૂ થઈ ગયો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પણ દિવંગત પદ્મવિભૂષણ અને મહાન ઉદ્યોગપતિ દાનવીર સ્વ. રતન તાતાને ભાવભરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
આ અવસરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, ઉપાધ્યક્ષ શ્રી મહેશ આગરિયા, પારસી સમાજના આગેવાન અને દમણ નગરપાલિકાના પ્રમુખ અને દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ, કિસાન મોરચાના ઉપ પ્રમુખ શ્રી ધનસુખ પટેલ, પ્રદેશ અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી શ્રી વસી સૈયદ, દમણ ન.પા. કાઉન્સિલર શ્રીમની જસવિંદર કૌર, પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ શ્રી રજનીકાંત ટંડેલ વગેરે નાની દમણ સ્થિત પારસી અગિયારીમાં સ્વ. રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.