October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.29
ઉમરગામ તાલુકાની તુંબ ગ્રામ પંચાયતની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં ત્રીજીવાર બજેટ ના મંજૂર થતા સરપંચ સહિત શાસક પક્ષની હાલત કફોડી બની જવા પામી છે.
આ અગાઉ ગત તારીખ 19-0ર-2022ના રોજ અને ગત તારીખ 25-03-2022ના રોજ મળેલી સામાન્‍ય સભામાં વર્ષ 2022-23 ના વર્ષ માટેનું રજૂ થયેલું અંદાજપત્ર ના મંજુર થવા પામ્‍યું હતું.તુંબ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સુમનબેન નાનુભાઈ ધોડી પાસે સભ્‍યોની બહુમતી વિરોધ પક્ષ કરતાં ઘણી ઓછી હોવાના કારણે વિરોધ પક્ષને સાથે રાખ્‍યા વગર બજેટ મંજૂર કરવું ઘણું મુશ્‍કેલ જણાઈ રહ્યું છે.
આજની મળેલી સામાન્‍ય સભામાં 11 માંથી 7 સભ્‍યોએ બજેટની વિરોધમાં મતદાન કરી પક્ષ રજૂ કર્યો હતો. હવે પંચાયતને સુપર સીડ બનતા રોકવા માટે સરપંચશ્રી પાસે અધિકારીઓની મદદથી વધુ એક તક મળવાની શકયતાજણાઈ રહી છે.

Related posts

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

vartmanpravah

પારડીના ઉમરસાડીની જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલમાં પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ વર્ગનો નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયેલો શુભારંભ

vartmanpravah

પારડીથી 12.99 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતી એલસીબી

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment