October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

5 ફૂટ થી લઈ 40 ફૂટ ઊંચી રાવણના પુતળાઓ બનાવી પરંપરાગત
રીતે રાવણનું દહણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. વલસાડ શહેરમાં પાંચ ઉપરાંત સ્‍થળોએ રાવણ દહન લોકોએ કર્યું હતું.
પવિત્ર નવ દિવસની નવરાત્રી બાદ દશમા દિવસે વિજયા દશમીનો તહેવાર ભારતભરમાં યોજાય છે. અસત્‍ય ઉપરસત્‍યના વિજયનો પરંપરાગત આ ઉત્‍સવ વલસાડ શહેર અને ગ્રામ વિસ્‍તારમાં ઉજવવામાં આવ્‍યો હતો. વલસાડમાં, પારડીમાં, ધમડાચીમાં વૈષ્‍ણોદેવી મંદિર પરિસરમાં, નનકવાડા ગ્રામ પંચાયત કચેરી સામે, મોગરાવાડીના મોટા તળાવ અને ધરાસણામાં રાવણ દહન કાર્યક્રમો યોજાયા હતા. જેમાં તમામ વિસ્‍તારના હજારો લોકોએ રાવણના પુતળાઓનું દહન કરવામાં આવ્‍યું હતું. 5 થી લઈ 40 ફૂટ ઊંચા રાવણ બનાવાયા હતા. ભગવાન શ્રી રામની આરતી પૂજા કરીને ભાવિકોએ દશાનનના પૂતળાઓને સળગાવ્‍યા હતા. ધર્મ યુધ્‍ધમાં ભગવાન રામે રાવણનો સર્વનાશ કર્યો હતો. તે દિવસને વિજયા દશમી તરીકે ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે.

Related posts

કપરાડાની અંભેટી પ્રાથમિક અને માધ્‍યમિકશાળાઓમાં નેશનલ હેલ્‍થના મિશન ડાયરેક્‍ટર આઈએએસ રેમ્‍યા મોહનની ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25 નવે.થી 10 ડિસે. સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી થશે

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

Leave a Comment