Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

1989માં નીતિનભાઈ, ભાનુભાઈ અને અલ્‍કેશભાઈએ એક ઝુંપડામાં 9કન્‍યાઓ સાથે છાત્રાલયનો પ્રારંભ કર્યો હતો: આજે તમામ આધુનિક સુવિધાથી સજજ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ અનેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિમાં ભાગ લઇ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: આઝાદીના વર્ષો પછી અનેક આદિવાસી વિસ્‍તારમાં શિક્ષણની સુવિધાનો હજુ અભાવ છે ત્‍યારે કપરાડાની શબરી છાત્રાલય છેલ્લા 30 વર્ષથી આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કર્યુ છે. કપરાડા શબરી છાત્રાલયમાં છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી છે. 1989માં નીતિનભાઈ, ભાનુભાઈ અને અલ્‍કેશભાઈએ એક ઝુંપડામાં 9 કન્‍યાઓ સાથે છાત્રાલયનો પ્રારંભ કર્યો હતો, આજે તમામ આધુનિક સુવિધાથી સજજ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ અનેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિમાં ભાગ લઈ રહ્યા છે. કોમ્‍યુટર સેન્‍ટર, શિવણ વર્ગ તેમજ કપરાડા-ધરમપુર વાંસદા તાલુકામાં 105 ખેત તલાવડી બનાવી આ વિસ્‍તારના ખેડૂતોને પગભેર બનાવવા કમરકસી છે. છાત્રાલય દ્વારા 85 ગામનો સંપર્ક 33 વર્ષમાં થયો છે. અમારી દિકરીઓ નર્સિંગ, મેડિકલ, શિક્ષણ, આરોગ્‍ય, ફોરેસ્‍ટ અને રક્ષા ક્ષેત્રે કાર્યરત છે. આ ઉપરાંત પોતાનું ઘર લગ્ન પછી સારી રીતે ચલાવે છે. ટુંકમાં કે.એમ.સોનાવાલા ટ્રસ્‍ટ મુંબઈ સંચાલિત અમારા મેનેજિંગ ટ્રસ્‍ટી નિતિનસોનાવાલા, દિપ્તી સોનવાલા, બી.એન.જોષી અને અંકેશભાઈ સુરત દ્વારા સતત નશામુક્‍તિ, વ્‍યસનમુક્‍ત, અંધશ્રદ્ધામાંથી બહાર આવે તેવા પ્રોગ્રામ કરી ડોર ટૂ ડોર સંપર્ક પણ કરીએ છીએ. અનુભવે એવું માલુમ પડયુ છે કે 40 વર્ષ પહેલા આદિવાસી વિસ્‍તારની વસ્‍તી આજે પ્રગતિના માર્ગે છે. તેનું મુખ્‍ય કારણ શિક્ષણ છે. તે કાર્ય કરી રહ્યાં છે.
વર્ષો પહેલા એક વાર મુંબઈથી નીતિનભાઈ સોનવાળા, મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્ય ભાનુભાઈ જોશી(બી.એન.જોષી) કોઈક સામાજિક કાર્ય સાથે ધરમપુર પધાર્યા હતાં. જિજ્ઞાસા સભર કપરાડા આદિવાસી વિસ્‍તારમાં ફર્યા અને અહિયાની દયનીય પરિસ્‍થિતિથી અવગત થયા. એક દિવસની કરુણ ઘટનાથી એમનું હૃદય પીગળી ગયું. એ દિવસે આદિવાસી વિસ્‍તારમાં ફરતા એક આદિવાસી કન્‍યા સાથે મુલાકાત થઈ. એ કન્‍યાને પૂછતાં તેણે બતાવ્‍યું કે તે મીઠું લેવા ઘરેથી નીકળી હતી. અને એજ કન્‍યા સાંજે પાછી મળી. એ કન્‍યા સાથે વાતચીત કરતા બન્ને મહાનુભાવોને ખબર પડી કે કેટલી દયનીય સ્‍થિતિ છે. એટલે નીતિનભાઈ સોનવાળા અને ભાનુભાઈ જોશી બન્ને આ વિસ્‍તારમાં ફરી સમસ્‍યાની જડ સુધી પહોંચવાનો નિર્ણય કર્યો. આ સંકલ્‍પ સાથે બન્ને 4 મહિના સુધી આ વિસ્‍તારમાં ફરતા રહ્યા. અને આદિવાસી પ્રજા માટે કંઈક કરી છૂટવાના સંકલ્‍પકરતા રહ્યા. નીતિનભાઈ સોનવાળા અને ભાનુભાઈ જોશી તેઓએ આ વાત અનુભવી અને આ આદિવાસી પ્રજાની મૂળ સમસ્‍યા નિરક્ષરતા છે. તેઓએ વિચાર્યું કે તેમને આર્થિક રીતે મદદ કરીશું તો થોડા સમય માટે સમસ્‍યા હલ થઈ શકશે પરંતુ પૂર્ણ રૂપથી નહીં. જેથી તેઓએ નિર્ણય કર્યો કે આદિવાસી કન્‍યાને શિક્ષણ જ્ઞાન મળે અને તે પોતાના પરિવાર, સમાજ, અને રાષ્‍ટ્ર માટે કંઈક સારું કામ કરી આદર્શતા દાખવે. આ ચિંતન સાથે તેઓએ આદિવાસી કન્‍યા છાત્રાલય ખોલવાનો સંકલ્‍પ કર્યો. 9 આદિવાસી કન્‍યા ઓએ શિક્ષણ મેળવવા નક્કી કર્યું. આમ 9 કન્‍યાના શુભ અવસરે નીતિનભાઈ અને ભાનુભાઈના પ્રયત્‍નથી છાત્રાલયનો પ્રારંભ થયો. નીતિનભાઈ અને ભાનુભાઈ ને સાથ આપ્‍યો છીબુભાઈ અને વાસનતીબેન એ. છીબુભાઈ સ્‍કૂલના આચાર્ય હતા. જેમણે કન્‍યાઓની દેખભાળ અને વાસનતીબેન એ ગૃહમાતાનું દાયિત્‍વ ઉઠાવ્‍યું. બન્નેએ મોટી તત્‍પરતા સાથે છાત્રાલયનું દાયિત્‍વ ઉઠાવી લીધું. અને ત્‍યારબાદ અત્‍યારે પ્રવીણભાઈ, ભગુભાઈ અને સુધાભાભી આ દાયિત્‍વનું નિર્વાહ પુરી નિષ્ઠા સાથે કરી રહ્યા છે. છાત્રાલયની શરૂઆત થતા શિક્ષણ માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી. આ છાત્રાલય ખોલવાનો મુખ્‍ય આધાર છે. નીતિનભાઈ અને ભાનુભાઈએ અહિયાની સરકારી શાળાઓ સાથે નક્કી કર્યું અને કન્‍યાઓનેત્‍યાં ભણવા માટે મોકલ્‍યા અને પોતાના ભવિષ્‍યને સુધારી શકે. એ સમયે કપરાડા આદિવાસી ક્ષેત્રની શાળાઓમાં એક પણ કન્‍યા શિક્ષણ મેળવતી ન હતી. આ સ્‍થિતિને બદલી એક નવા યુગનો પ્રારંભ કરવાનો શ્રેય નીતિનભાઈ અને ભાનુભાઈને જાય છે. સર્વપ્રથમ આ 9 કન્‍યાઓથી બન્ને મહાનુભવોએ યુગ પરિવર્તનનો પ્રારંભ કરી શાળામાં કન્‍યાઓને ભણતા શરૂ કર્યું હતું. વર્તમાન સમયમાં તો આદિવાસી ક્ષેત્રની કન્‍યાઓ શિક્ષણ માટે કાર્યરત છે અને જેમાં હાલ 150 કન્‍યા શબરી છાત્રાલય કપરાડામાંથી ભણે છે. સન 1989 માં નીતિનભાઈ, ભાનુભાઈ અને અકેશભાઈની સફળતા સાથે એક ઝોપડામાં કન્‍યાઓને રાખવાનો નિર્ણય કરી છાત્રાલયનો પ્રારંભ કર્યો. માત્ર 9 કન્‍યાઓની સાથે છાત્રાલયનો આરંભ થયો હતો. છાત્રાલયનું નામ ‘‘શબરી છાત્રાલય” રાખવામાં આવ્‍યું. શરૂઆતના દિવસો બાદ છાત્રાલયનો ધીરે ધીરે વિકાસ થવા લાગ્‍યો. હવે કાચા ઘરને પાકું બનાવવાનો નિર્ણય કર્યો. પરંતુ પરિસ્‍થિતિ એ હતી કે પાકું મકાન બનાવવા જમીન કોણ આપશે? આ સમસ્‍યાનું સમાધાન કર્યું ઊર્મિલાબેન ભટ્ટે જે હિતેન્‍દ્રભાઈ દેસાઈની સરકારમાં આરોગ્‍ય મંત્રી હતા. ઊર્મિલાબેનએ નિતીનભાઈની આદિવાસીની ઉત્તમ સોચ અને કાર્યની સરાહના કરતા મદદ કરવાનો નિર્ણય કર્યો. ઊર્મિલાબેન ભટ્ટે જેકિંમત કહી હતી એ કિંમતનો ચેક આપી સન 1999માં બન્ને પક્ષની સહમતી સાથે શબરી છાત્રાલયની જગ્‍યા મળી અને એક સાલમાં પાકું મકાન તૈયાર થઈ ગયું. આજે કપરાડા શબરી છાત્રાલય અનેક સુવિધાઓથી સજ્જ છે. અને આદિવાસી કન્‍યાઓ સારું શિક્ષણ મેળવી રહી છે.

Related posts

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

vartmanpravah

પિપરિયા પર હુમલો, પ્રદેશમુક્‍ત કર્યો તેને સ્‍વદેશી લોકો અને કેન્‍દ્ર સરકારના હાથમાં સોંપીને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો અને પહેરેલ કપડે જ સિલવાસામાંથી બહાર નીકળ્‍યા

vartmanpravah

G20 ની 12 ઈવેન્‍ટ ગુજરાતમાં થશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

વાપીમાં મંગળવારે આગના બે બનાવ : જીઆઈડીસી ફોર્ટીશેડ સ્‍થિત કંપનીમાં બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગી વિરાજ કેમિકલમાં સાંજના અચાનક બ્‍લાસ્‍ટ થયા બાદ

vartmanpravah

ચીખલીમાં નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ ભરતી વખતે જ અચાનક ધરાશયી થતા ૮ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment