July 12, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

  • 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા ‘કહીં ખુશી, કહીં ગમ’નો માહોલ

  • શિક્ષકોને છૂટા કરવાના મુદ્દે ગરમાયેલું દાદરા નગર હવેલીનું રાજકારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરવાનો અને 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા પ્રદેશમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ સર્જાયો છે. છૂટા કરાયેલા 257 જેટલા શિક્ષકો છેલ્લા 15 વર્ષથી નોકરી કરી રહ્યા હતા અને છેવટે તેમને ઘરનો રસ્‍તો દેખાડાતા કોરોના કાળમાં તેમના પરિવાર માટે જીવનનિર્વાહ કરવાનો પણ મોટો પ્રશ્ન સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ વિભાગે કલમના એક ગોદાથી પરફોર્મન્‍સ એવ્‍યુલેશન ટેસ્‍ટ(પેટ)માં ગેરહાજર રહેલા અને 40 માર્ક્‍સ કરતા ઓછા ગુણાંક લાવેલા શિક્ષકોને કેટ-મુંબઈ બેંચના 29મી ઓક્‍ટોબર,2021ના આદેશ મુજબ નિર્ણય લઈ છૂટા કરાયા હોવાનું સમગ્ર શિક્ષા વિભાગના સ્‍ટેટ પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર શ્રી નિલેશ ગુરવે પોતાના આદેશમાં જણાવ્‍યું છે.

Related posts

પારડીમાં નવરાત્રી દરમિયાન પિધ્‍ધડોની ખેર નહી

vartmanpravah

વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે વિચિત્ર ટ્રિપલ અકસ્‍માત સર્જાયો : ત્રણ ઘાયલ

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાની સાગરખેડૂ સાયકલ રેલી આગામી સપ્‍ટેમ્‍બર માસમાં યોજાશે

vartmanpravah

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

હાઈવે ઓથોરિટીની જીવંત બેદરકારી વાપી હાઈવે ઉપર અકસ્‍માત સર્જવા પુરી સાબિત થશે

vartmanpravah

Leave a Comment