September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારતનું ભવિષ્‍ય યુવાનો મજબૂત બને ના ઉમદા આશ્રયથી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર અને રેસ પારડી દ્વારા દ્વિતીય ‘‘રન પારડી રન” યોજાઈ

5, 10 અને 15 કિલોમીટરની આ દોડમાં 1200 જેટલા રનર્સો દોડયા

સમગ્ર ગુજરાત સહિત મધ્‍યપ્રદેશ રાજસ્‍થાન અને ઓરિસ્‍સા રાજ્‍ય સુધીના દોડવીરોએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: ભારત દેશ સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે યુવાનો મજબૂત બને તે માટે યુવાનોએ હંમેશા રોજ કસરત કરવી, દોડવું, સાયકલ ચલાવવી અને સ્‍વિમિંગ વિગેરે તમામ કસરતો રોજબરોજ કરવી જોઈએ જેથી યુવાનો મજબૂત બનશે અને આ મજબૂત યુવાનો જ ભારતનું ભવિષ્‍ય પણ મજબૂત ઘડશે.
આવા ઉમદા વિચારોને સાર્થક કરવા તારીખ 1લી ઓક્‍ટોબર 1975 થી ઉજવાતા વોલેન્‍ટરી બ્‍લડ ડોનેશનના દિવસે માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર સંચાલિત પારડી બ્‍લડ બેન્‍ક અને વાત્‍સલ્‍ય સ્‍કૂલ દ્વારા છેલ્લા બે વર્ષથી ‘‘રન પારડી રન” નું આયોજન કરવામાંઆવે છે.
ગયા વર્ષે 1100 જેટલા રનર્સો દોડયા હતા. આ વર્ષે 13મી ઓક્‍ટોબર 2024 ના રોજ યોજાયેલ રન પારડી રનમાં 1200 જેટલા ગુજરાત સહિત મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને ઓરિસ્‍સા સુધીના દોડવીરોઆ દોડમાં જોડાયા હતા.
આ ઉપરાંત આ દોડમાં ડોક્‍ટરો, ઈન્‍ડસ્‍ટ્રીઝો, રાજકીય આગેવાનો, શિક્ષકો, પ્રોફેશનલ દોડવીરો, વિદ્યાર્થીઓ તથા નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ આ દોડમાં જોડાયા હતા.
પાંચ, 10 અને 15 કિલોમીટર જેટલા અંતરની આ દોડને લઈ વહેલી સવારે 06:15 વાગ્‍યે પારડી હાઇવે સ્‍થિત શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ કેમ્‍પસ થી શરૂ થયેલ આ દોડ સર્વિસ રોડ થઈ પારડી ચાર રસ્‍તાથી રેલવે સ્‍ટેશન થઇ ઉંમરસાડી દેસાઈવાડ રોડથી પરત વલ્લભ આશ્રમ કેમ્‍પસ ખાતે ફરી હતી.
આ રન પારડી રન દોડ માટે અનેક સ્‍પોન્‍સરો સહિત વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા તથા એમની ટીમ અને આ દોડમાં યોગદાન આપનાર અને આ રન પારડી રન દોડને સફળ બનાવનાર તમામનો આયોજક કુશ સાકરીયાએ સૌનો આભાર માન્‍યો હતો.
—-

Related posts

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah

વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment