5, 10 અને 15 કિલોમીટરની આ દોડમાં 1200 જેટલા રનર્સો દોડયા
સમગ્ર ગુજરાત સહિત મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઓરિસ્સા રાજ્ય સુધીના દોડવીરોએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: ભારત દેશ સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે યુવાનો મજબૂત બને તે માટે યુવાનોએ હંમેશા રોજ કસરત કરવી, દોડવું, સાયકલ ચલાવવી અને સ્વિમિંગ વિગેરે તમામ કસરતો રોજબરોજ કરવી જોઈએ જેથી યુવાનો મજબૂત બનશે અને આ મજબૂત યુવાનો જ ભારતનું ભવિષ્ય પણ મજબૂત ઘડશે.
આવા ઉમદા વિચારોને સાર્થક કરવા તારીખ 1લી ઓક્ટોબર 1975 થી ઉજવાતા વોલેન્ટરી બ્લડ ડોનેશનના દિવસે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત પારડી બ્લડ બેન્ક અને વાત્સલ્ય સ્કૂલ દ્વારા છેલ્લા બે વર્ષથી ‘‘રન પારડી રન” નું આયોજન કરવામાંઆવે છે.
ગયા વર્ષે 1100 જેટલા રનર્સો દોડયા હતા. આ વર્ષે 13મી ઓક્ટોબર 2024 ના રોજ યોજાયેલ રન પારડી રનમાં 1200 જેટલા ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓરિસ્સા સુધીના દોડવીરોઆ દોડમાં જોડાયા હતા.
આ ઉપરાંત આ દોડમાં ડોક્ટરો, ઈન્ડસ્ટ્રીઝો, રાજકીય આગેવાનો, શિક્ષકો, પ્રોફેશનલ દોડવીરો, વિદ્યાર્થીઓ તથા નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ આ દોડમાં જોડાયા હતા.
પાંચ, 10 અને 15 કિલોમીટર જેટલા અંતરની આ દોડને લઈ વહેલી સવારે 06:15 વાગ્યે પારડી હાઇવે સ્થિત શ્રી વલ્લભ આશ્રમ સ્કૂલ કેમ્પસ થી શરૂ થયેલ આ દોડ સર્વિસ રોડ થઈ પારડી ચાર રસ્તાથી રેલવે સ્ટેશન થઇ ઉંમરસાડી દેસાઈવાડ રોડથી પરત વલ્લભ આશ્રમ કેમ્પસ ખાતે ફરી હતી.
આ રન પારડી રન દોડ માટે અનેક સ્પોન્સરો સહિત વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા તથા એમની ટીમ અને આ દોડમાં યોગદાન આપનાર અને આ રન પારડી રન દોડને સફળ બનાવનાર તમામનો આયોજક કુશ સાકરીયાએ સૌનો આભાર માન્યો હતો.
—-