(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત આંતર કોલેજ કરાટે છોકરાઓની સ્પર્ધા શ્રી પી.એચ ઉમરાખ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ કિમ દ્વારા સ્ફલ્ઞ્શ્ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આયોજિત કરવામાં આવી હતી. પ્રસ્તુત કરાટે સ્પર્ધામાં વિવિધ ક્ષમતાઓ ધરાવતા વિવિધ કોલેજોના સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરી હતી જેમાં અમારી સંસ્થાના એફ.વાય.બીએડ્ વિભાગના તાલીમાર્થી માંગેલા ચૈતન્ય રાજુભાઈએ કરાટેમાં પોતાની આગવી પ્રતિભા દર્શાવી ‘‘સિલ્વર મેડલ” પ્રાપ્ત કરેલ છે. તેમની આ સિદ્ધિ માટે કોલેજના ફિઝિકલ એજ્યુકેશનના પ્રાધ્યાપક પ્રફુલભાઈ પટેલ દ્વારા તાલીમાર્થીઓને કરાટે ક્ષેત્રે ઊંચા સ્તરે પહોંચડવા એમનું પ્રોત્સાહન અને તેમની ટ્રેનીંગ આપવામાં મોટો ફાળો રહ્યો છે. તલીમાર્થીએ મેળવેલ આ સિદ્ધિ બદલ તેમજ તેમના માર્ગદર્શકની મહેનત માટે કોલેજના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા કોલેજ કેમ્પસના ઇન્ચાર્જ ડાયરેકટર ડો.મિત્તલ શાહ અને બી.એડ વિભાગના આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણ તેમજ આર.કે.દેસાઈ પરિવારના સર્વ અધ્યાપકોએ શુભેચ્છા પાઠવી હતી.
