Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ સાથે ફરી એકવાર દમણ જિલ્લાને જોડાવા મળેલી તક

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ ‘મન કી બાત’ કાર્યક્રમના સંયોજક ફાલ્‍ગુનીબેન પટેલે મગરવાડાના દૂધી માતા મંદિરના પટાંગણમાં ‘મન કી બાત’ કાર્યક્રમને જીવંત નિહાળવા કરેલી વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ સાથે એક વખત ફરી દમણ જિલ્લાને જોડાવાની તક મળી હતી.
ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપ મંત્રી તથા ‘મન કી બાત’ કાર્યક્રમના પ્રદેશ સંયોજક શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલના નેતૃત્‍વમાં આજે દમણ જિલ્લાના મગરવાડા મંડળ ખાતે દૂધીમાતા મંદિરના પટાંગણમાં ‘મન કી બાત’ જીવંત પ્રસારણના કાર્યક્રમનું આયોજન કરવામાંઆવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લાની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની મહિલાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હતી. મહિલાઓ દ્વારા ‘મન કી બાત’ કાર્યક્રમના મંડપમાં તેમના દ્વારા બનાવવામાં આવેલ ખાદ્ય વસ્‍તુઓનો સ્‍ટોક અને સિલાઈકામને પણ પ્રદર્શિત કરવામાં આવ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, પ્રદેશ મીડિયા સંયોજક શ્રી મજીદભાઈ લધાણી, મગરવાડા ગ્રામ પંચાયનના સરપંચ શ્રીમતી લખીબેન પ્રેમા, આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, પ્રદેશ ભાજપ કાર્યાલયના કર્મચારી શ્રી મહેન્‍દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમના સંયોજક શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ અને પ્રદેશ મીડિયા સંયોજક શ્રી મજીદભાઈ લધાણીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે દૂરદર્શનની સમગ્ર ટીમ તથા પાયાના કાર્યકરોનો ખાસ આભાર માન્‍યો હતો.

Related posts

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર મોપેડ ઉપર વાપી આવવા નિકળેલા બે મિત્રોની મોપેડને ટ્રકે ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ

vartmanpravah

વલસાડમાં પ્રાચી ટાવરમાં ઈસમ વોચમેન સુતો રહ્યો અને બે કારની ટેપ સિસ્‍ટમ ચોરી કરી ફરાર

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

ખુલ્લી શેરીઓ, સ્‍ટોર વોટર ડ્રેનેજ અથવા કુદરતી ગટરમાં ગટરનું નિકાલ કરવું એ દંડને પાત્ર ગુનો છે : એસએમસી

vartmanpravah

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

vartmanpravah

Leave a Comment