January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

સોશિયલ મીડિયામાં યુવાધન રેસ બનાવવા કે વ્‍યુવર વધારવા જીવના જોખમે સ્‍ટંટ કરી રહેલ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: આજકાલ સસ્‍તી પ્રસિધ્‍ધ અને વાહ વાહી સોશિયલ મીડિયામાં મેળવવાનો ક્રેઝ યુવાનોમાં વધી રહ્યો છે. ક્‍યારેક જીવના જોખમે પણ યુવાનો સ્‍ટંટ કરતા જોવા મળે છે. તેવો વધુ એક બનાવવલસાડ હાઈવે ઉપર બન્‍યો છે. કારના રૂફ ઉપર બેસી જોખમી સ્‍ટંટ કરી રહેલા યુવાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આજના યુવાધનને સોશિયલ મીડિયાની હદથી વધારે ઘેલછા લાગી ચૂકી છે. યુવાનો સોશિયલ મીડિયા જેવા કે ઈન્‍સ્‍ટ્રાગ્રામ, ફેસબુક, વોટ્‍સએપમાં પ્રસિધ્‍ધ થવા માટે જોખમી રીલ બનાવી અપલોડ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રેસ બનાવવા કે વ્‍યુવર વધારવાનું એવું ગાંડપણ ચઢી ગયું છે કે જીવના જોખમે જીવલેણ સ્‍ટંટ કરતા રહે છે. વલસાડ હાઈવે ઉપર કારના રૂફ ઉપર બેસી સ્‍ટંટ કરી રહેલ યુવાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ક્‍યારેક સેલ્‍ફી લેવા જીવના જોખમે પ્રયત્‍નો કરી રહેલા યુવાનો પોતાના માટે તો જોખમ વહોરી રહ્યા છે પણ બીજાને પણ હાની પહોંચાડી રહ્યા છે. વલસાડમાં અગાઉ પણ આવો સ્‍ટંટ વાળો વિડીયો વાયરલ થયો હતો ત્‍યારે પોલીસે સખ્‍ત કાર્યવાહી કરવાની જરૂરીયાત છે.

Related posts

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

વલસાડના સ્‍પોર્ટ્‍સ કોપ્‍લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah

ચીખલીમાં ‘સ્‍વચ્‍છ નવસારી જવાબદારી અમારી’ અંતર્ગત સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવતા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ

vartmanpravah

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

હાઈકોર્ટ હૂકમ અન્‍વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્‍યા બાદ બંધ કરાવી

vartmanpravah

Leave a Comment