January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સામરવરણી-મસાટના ટેમ્‍પો એસોસિએશનના સભ્‍યો દ્વારા દાનહના રખોલી દમણગંગા પુલ પરથી વાણિજ્‍યક અને હળવા/મધ્‍યમ પ્રકારના વાહનોને પસાર કરવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : દાદરા નગર હવેલીના સામરવરણી-મસાટના ટેમ્‍પો એસોસિએશનના સભ્‍યો દ્વારા રખોલી પુલ ઉપરથી કોમર્શિયલ લાઈટ/મીડીયમમાલસામાનવાળા વાહનોને પસાર થવા દેવા બાબતે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવાયા પ્રમાણે સામરવરણી અને મસાટના અન્‍ડરસાઇન્‍ડ ટેમ્‍પો ટેમ્‍પો ઓપરેટરો દસ ટન કરતા ઓછી ક્ષમતા ધરાવતા કોમર્શિયલ વાહનોની ખરીદી કર્યા પછી પરિવહન વ્‍યવસાય ચલાવી રહ્યા છે, લાંબા સમયથી અમારો ધંધો ઠપ્‍પ થઈ રહ્યો છે. જેના કારણે વાહનોના લોનના હપ્તા તેમજ પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્‍કેલ થઈ ગયું છે. અમારે અમારા ધંધા માટે સેલવાસની બહાર એટલે કે ખાનવેલ તરફ અન્‍ય જગ્‍યા પર જવું પડે છે. જેના માટે રખોલી પુલ ક્રોસ કરવો પડે છે, પરંતુ બ્રિજને નુકસાન થવાને કારણે વહીવટી તંત્ર દ્વારા 12 જૂન, 2024ના રોજથી કોમર્શિયલ વાહનો માટે બંધ કરી દીધો હતો. હાલમાં આ બ્રિજનું સમારકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને પરિવહન વાહનો સિવાયના હળવા વાહનોને આ બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. અમે સ્‍થાનિક ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો વિનંતી કરીએ છીએ કે અમને અમારા કોમર્શિયલ લાઈટ અને મીડીયમ વાહનોને આ બ્રિજ પર ચલાવવાની મંજૂરી આપો જેથી અમે અમારા પરિવાર અને લોનના હપ્તાઓ ભરવા કમાવી શકીએ.
રજૂઆત બાબતે કલેક્‍ટરશ્રી દ્વારા ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનના સભ્‍યોને આશ્વાસન આપવામાં આવ્‍યું હતું કે તમારા સમસ્‍યાને ધ્‍યાનમાં રાખીવહેલી તકે યોગ્‍ય નિર્ણય લઈશું. કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે, બ્રિજનું રીપેરીંગ કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થતાની સાથે જ તમામ પ્રકારના વાહનોને આ બ્રિજ પરથી પસાર કરવાની પરવાનગી આપવામાં આવશે એ નિશ્ચિત છે.

Related posts

કોરોનાની સામે લડત આપવા દીવ સરકારી હોસ્‍પિટલ દરેક સુવિધાઓથી સજ્જ

vartmanpravah

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્‍ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણ સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં નવા વકીલોને આપવામાં આવેલીતાલીમ

vartmanpravah

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

vartmanpravah

Leave a Comment