વાપી મોરાઈ હાઈવે પાર્કોટેલ રેસ્ટોરન્ટ અને વલસાડ ફ્રેસ એન્ડ ફ્રેસ
બેકરીમાં કાર્યવાહી કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: ગ્રાહકોને તાજો અને પોષ્ટીક ખાદ્ય સામગ્રી મળી રહે તેથી વલસાડ ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા વાપી મોરાઈ હાઈવે સ્થિત રેસ્ટોરન્ટ અને તિથલ વલસાડ સ્થિત એક બેકરી શોપમાં ચેકીંગ હાથ ધરાયું તો સડેલો વાસી ખોરાકનો જથ્થો નાસ કરાયો હતો. વાપીની રેસ્ટોરન્ટનું 15 દિવસ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
વાપી મોરાઈ ને.હાઈવે ઉપર કાર્યરત પાર્કોટેલ ટીપટોપ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે હરીયાલી પનીર સબ્જી મંગાવી હતી. જેમાં કોક્રોચ નિકળતા હોટલ માલિક અને ગ્રાહક વચ્ચે વિવાદ-બબાલ થઈ હતી. જાગૃત ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરી હતી. ફૂડ સેફટી ઓફીસર કે.જે. પેટલ અને સી.એન.પરમારે સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હોટલની લાપરવાહી જણાઈ આવી હતી. વાસી-સડેલુ શાકભાજી અને ખરાબ અનાજ કઠોરના જથ્થાનો નાશ કરાવી ઈમ્પ્રુવમેન્ટ ના થાય ત્યાં સુધી 15 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયું હતું. તેવો બીજો બનાવ વલસાડ તિથલ રોડ ઉપર કાર્યરત ફ્રેશ એન્ડ ફ્રેશ બેકરીની ફરિયાદ મળતા ફ્રૂડ સેફટી ઓફિસર એ.આર. વલભી અને ટીમે ચેકીંગ કાર્યવાહી કરી સેમ્પલ લીધા હતા. તેમજ લેબલ વગરના 70 કિલો બેકરીનો જથ્થો કિ.16315 નો નાશ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.