Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

સુરત-નાસિક-અહમદનગર હાઈવેનું ભૂત ગયું ત્‍યારે હવે રેલવે પરિયોજનાનું તાલુકામાં ભૂત ધૂણશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ભારત સરકારના રેલવે મંત્રલાયના ડેડીકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિ (ડીએફસીસીઆઇએલ) ના નાગપુર યુનિટ દ્વારા ભુસાવલથી પાલધર વચ્‍ચેની રેલવે પરિયોજના માટે ડીપીઆર તૈયાર કરવા જીયો લોજીકલ, હાઈ ડ્રોલોજીકલ સર્વે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રેલવે પરિયોજનાના સર્વે માટે ડીએફસીસીઆઇએલના નાગપુર યુનિટ પરિયોજના પ્રબંધક દ્વારા સંબંધિત મામલતદારોને જાણ કરાતા ચીખલી મામલતદાર દ્વારા પણ ભુસાવલ-પાલધર વચ્‍ચેની રેલવે પરિયોજનમાં સમાવેશ થતા ચીખલી તાલુકાના કણભઇ, ફડવેલ, અગાસી અને રૂમલા એમ ચાર ગામોના સરપંચો,તલાટીઓ અને તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવાની પણ તૈયારી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરત-નાસિક-અહમદનગર હાઇવે માટેની કામગીરી ભારત સરકાર દ્વારા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવતા આ હાઇવેનું ભૂત તાલુકામાંથી ગયું છે. ત્‍યારે હવે તાલુકાના ઉપરોક્‍ત ચાર ગામોમાંથીરેલવે પરિયોજનાનું ભૂત ધૂણશે ત્‍યારે આ અંગે સ્‍થાનિકોનો કેવો પ્રતિસાદ રહેશે તે જોવું રહ્યું.

Related posts

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ-2024ની પ્રથમ રાષ્‍ટ્રીય લોક અદાલત તા.9 માર્ચે યોજાશે

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

vartmanpravah

Leave a Comment