October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

તા.13 ફેબ્રુઆરીએ યોજાનારી બીનસચિવાલય, અને ક્‍લાર્ક આસિ.ની પરીક્ષા સરકારે રદ્દ કરતા મામલો ગરમાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.13 ફેબ્રુઆરીના રોજ બીનસચિવાલય ક્‍લાર્ક, ઓફિસ આસિ.ની જાહેર પરીક્ષા યોજાનારી હતી પરંતુ ગતરોજ સરકારે અચાનક પરીક્ષા રદ્દ કરી દીધી હતી. જેના પ્રત્‍યાઘાત પડતા વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આજરોજ શુક્રવારે જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્‍ચારો કર્યા હતા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.13 ફેબ્રુઆરીના રોજ રાજ્‍યભરમાં બીનસચિવાલય ક્‍લાર્ક, ઓફિસ આસિસ્‍ટન્‍ટની જાહેર પરીક્ષા યોજાનારી હતી. આ પરીક્ષામાં વલસાડ જિલ્લામાં 16314 ઉમેદવારો પરીક્ષામાં બેસનાર હતા પરંતુ સરકારે 48 કલાક પહેલા જ અચાનક પરીક્ષા રદ્દ કરી દેતા વિદ્યાર્થીઓ અને ઉમેદવારોમાં નિરાશાનું મોજુ ફરી વળ્‍યુ હતું. પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આજે રાજ્‍યભરમાં આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું છે તે અંતર્ગત વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ કુંજાલી ડી. પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલના નેતૃત્‍વમાંવલસાડ કોંગ્રેસ મધ્‍યસ્‍થ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આ પરીક્ષા લેવાતી નથી. છેલ્લા પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ થઈ હતી. અંતે પરીક્ષાની તારીખ જાહેર થતા નિરાશ થયેલા ઉમેદવારોમાં આશા જાગી હતી. લાંબા સમયથી પરીક્ષા માટે કરેલી તૈયારીઓ ઉપર પાણી ફરી વળતા ઉમેદવારોમાં ઘેરા પ્રત્‍યાઘાત અને નિરાશાનું મોજુ ફરી વળ્‍યું હતું.

Related posts

ચીખલી મજીગામમાં ભાજપ સંગઠન પર્વ-2024 અંતર્ગત બુથ પ્રમુખ પરામર્શ બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

દાનહ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય લેવલ ચિત્રકલા સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment