Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભાડા કરાર વિના ઘરો કે ચાલીમાં ભાડુઆત રાખતા હો તો સાવધાન : વલસાડ પોલીસે ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું

વલસાડ, મોગરાવાડી, અબ્રામા વિસ્‍તારના બે ચાલીમાહિલા સામે પોલીસે કાર્યવાહી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લા પોલીસ ગુનાખોરી અટકાવા અને ગુનેગારોને પકડવા માટે અલગ પ્રકારની ડ્રાઈવ શરૂ કરી છે. ઘરો કે ચાલીમાં ઘર ભાડે આપ્‍યું હોય અને ભાડા કરાર ના કરાયો હોય તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ગતરોજ વલસાડ પોલીસે વિવિધ ચાલીઓનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં મોગરાવાડી અને અબ્રામામાં બે ચાલી માલિકો કસુરવાર નિકળતા પોલીસ કાર્યવાહી કરાઈ હતી.
વલસાડ જિલ્લામાં ચાલીઓમાં રહેતા ભાડુઆતોની સુરક્ષા માટે ભાડા કરાર અને સીસીટીવી કેમેરા વગર રૂમો ભાડે આપનાર ચાલી માલિકો સામે પોલીસે લાલ આંખ કરી છે. વલસાડ સીટીમાં પોલીસે ચેકીંગ કરતા મોગરાવાડીમાં દેવી માતા મંદિર પાસે રહેતા દર્શન મહેશભાઈ પટેલની ચાલીમાં 12 રૂમ પૈકી 8 રૂમ અલગ અલગ પરિવારોને ભાડે આપ્‍યા હતા. ચાલી માલિકે સીસીટીવી કેમેરા રાખેલ નહી તેમજ ભાડાનો એગ્રીમેન્‍ટ તેમજ પોલીસ અનેઓસી જોગવેલ નહી તે પ્રમાણે અબ્રામા રામનગર વિસ્‍તારમાં રામનગર વિસ્‍તારમાં સુરેશ ચંદ્ર ત્રિપાઠીની ચાલીમાં જ રૂમ ભાડે આપી હતી. બન્ને ચાલીમાં ગેરરીતિ અને કાયદાનો ભંગ થતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સીટી પોલીસે બન્ને ચાલી માલિકો વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોહતો.

Related posts

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપની વેસ્‍ટનો ગેરકાયદે નિકાલ કરવામાં અગ્રેસરઃ તપાસનો વિષય

vartmanpravah

Leave a Comment