January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા પોલીસ સ્‍ટેશનમાં બે યુવકોને કેસ બાબતે સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો તથા રોકડા લીધાનો આક્ષેપ

ભોગ બનનાર રાજન પટેલ અને ધર્મેન્‍દ્ર પટેલ બન્ને રહે.ખટાણા ધરમપુરએ એસ.પી. કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લાના નાનાપોંઢા પોલીસ સ્‍ટેશનમાં બે યુવકોને ઝઘડા અંગે થયેલ ફરિયાદ અંતર્ગત પોલીસ સ્‍ટેશનમાં બોલાવાયેલા. ત્‍યારબાદ ફરજ પરના બે પોલીસેએ યુવકોને ગોંધી રાખી ઢોર માર માર્યો તથા રોકડા રૂપિયા પડાવ્‍યા હોવાની લેખિત ફરિયાદ ભોગ બનનાર યુવાનોએ વલસાડ એસ.પી. કચેરીમાં ન્‍યાય બાબતે લેખિત ફરિયાદ કરી છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ સુખાલા ગામે તા.5-4-24ના રોજ ગુંજાબેન મહેશભાઈ કોસમકુવા, વાદરડા ફળીયા સાથે બોલાચાલી અને ઝઘડો થયાનોબનાવ બન્‍યો હતો. જે તે ટાઈમે પોલીસમાં મામલો ગયો હતો. ત્‍યારબાદ તા.14-5-24ના રોજ રાજનકુમાર સુભાષ પટેલ અને ધર્મેન્‍દ્ર ભગુભાઈ પટેલ બન્ને રહે.ખટાણા લીખારપાડી ફળીયુ ધરમપુરને નાનાપોંઢા પોલીસ સ્‍ટેશનમાં સમાધાન માટે બોલાવાયા હતા. જ્‍યાં લેખિત ફરિયાદમાં જણાવ્‍યા મુજબ જમાદાર ગણેશભાઈ સુખાલા બીટ તથા તેમના સાથીદાર કોન્‍સ્‍ટેબલ વિપુલભાઈએ રાજન અને ધર્મેન્‍દ્રને રૂમમાં પુરી નાખ્‍યા હતા તેમજ પાઈપ તથા બેલ્‍ટથી ઢોર માર માર્યો હતો. તેમજ રોકડા રૂપિયા 5 હજાર લીધા હતા અને ખોટા કેસની ધમકી પોલીસે આપી હતી. પોલીસ દ્વારા સામાન્‍ય ગરીબ આદિવાસીઓ ઉપર થયેલ કથિત અમાનુષી વર્તનનો પડઘો એસ.પી. કચેરી વલસાડ સુધી પહોંચ્‍યો છે. ભોગ બનનાર રાજેન અને ધર્મેન્‍દ્ર એસ.પી. કચેરીમાં આજે લખિત ફરિયાદ નોંધાવી ન્‍યાય માટેની માગણી કરી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં વિવિધ કંપનીઓ દ્વારા ભંગાર, રો-મટેરિયલ, નકામો કચરો વગેરે જાહેર રોડ ઉપર ઠાલવી ગેરકાયદે કરાયેલું દબાણ

vartmanpravah

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

અરણાઈ ખાતે આંતરરાષ્‍ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્‍કનું ઉદઘાટન કરાયું

vartmanpravah

દાનહ વન વિભાગે પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment