Vartman Pravah
સેલવાસ

દાનહમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14:

દાદરા નગર હવેલીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મુખ્‍ય રસ્‍તાઓ પણ ચંદ્રભૂમિ જેવા બની ગયા છે. સેલવાસમાં 172એમએમ 6.88 ઇંચ વરસાદ થયો છે ખાનવેલ વિસ્‍તારમાં 191.1 એમએમ, 7.52 ઈંચ વરસાદ પડયો છે. સીઝનનો કુલ વરસાદ સેલવાસનો 2020.4 એમએમ 79.54 ઇંચ થયો છે અને ખાનવેલ વિસ્‍તારનો 2191.4 એમએમ 86.28 ઈંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 78.20 મીટર છે ડેમમાં પાણીની આવક 85919 કયુસેક અને પાણીની જાવક 64419 કયુસેક છે. ડેમમાથી પાણી છોડવાને કારણે સેલવાસ દમણગંગા નદી કિનારે રિવરફ્રન્‍ટ પર પાણી ભરાઈ ગયા હતા. બપોર પછી વરસાદનું પ્રમાણ ધીમુ પડતા કુત્રિમ તળાવમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવાની પ્રશાસન દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના મિશન-2024નો ભાજપે કરેલો આરંભઃ નવનિયુક્‍ત પ્રભારી વિનોદ સોનકરે સૌના સહકારથી સંગઠનનો બુલંદ કરેલો વિશ્વાસ

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓનું વેચાણ અને ઉપયોગ કરનારને ફટકારેલો દંડ

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

ગુજરાત બોડી બિલ્‍ડર્સ એસોસિએશનના ઉપક્રમે દાનહઃ ડોકમરડી સ્‍થિત ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના સભાખંડમાં ગુજરાત બોડી બિલ્‍ડીંગ અને ફિટનેશ ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

Leave a Comment