April 18, 2026
Vartman Pravah
દીવ

દીવના દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટ દમણ કોસ્‍ટગાર્ડના હેલીકોપ્‍ટરની મદદથી સાત ખલાસીઓનો થયો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14
દીવ વણાંકબારાના ગોમતી માતા બીચ ખાતે આશરે પાંચ સાડા પાંચની આસપાસ બોટફસાઈ હોવાની જાણકારી મળતાં લોકોમાં ડર વ્‍યાપી ગયો હતો, અને ગોમતી માતા બીચ પર પહોંચ્‍યા હતા.
કોટડાની એક ફિશિગ બોટનું એન્‍જીન મધદરિયે અચાનક બંધ થઈ જતાં દરિયામાં રહેલ બીજી ફિશિગ બોટના સહારે બોટને કિનારે લઈ જવાનો પ્રયાસ કરતા હતા, ત્‍યારે થોડે દૂર જઈને બંને વચ્‍ચે બાંધવામાં આવેલ દોરડું તૂટી જતા એન્‍જિન બંધ વાળી બોટ ફસાઈ હતી.
જેની અંગેની જાણકારી દીવ જિલ્લાના કલેકટર શ્રીમતી સલોની રાય, પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમાર, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી હરમિન્‍દર સિહ, સીઈઓ શ્રી વૈભવભાઈ રીખારી, ફિશરીઝ ઓફિસર શ્રી સુકર અંજાણી વગેરેને થતા ગોમતી માતા બીચ ખાતે દોડી આવ્‍યા હતા અને ફસાઈ ગયેલ બોટના માછીમારોને બચાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યા હતા.
દીવ જિલ્લાના કલેકટર શ્રીમતી સલોની રાયે પોરબંદર કોસ્‍ટગાર્ડનો સંપર્ક કર્યો હતો. આ કોસ્‍ટગાર્ડની મદદથી બોટમાં ફસાયેલા સાત ખલાસીઓનું રેસ્‍કયુ કરી હેલીકોપ્‍ટરની મદદથી આબાદ બચાવ કરવામાં આવ્‍યો હતો અને હેલીકોપ્‍ટર દ્વારા માછીમારોને કિનારે પહોંચાડવામાં આવ્‍યા હતા.
કિનારે પહોંચતા માછીમારોના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. 108ની મદદ દીવ સરકારી હોસ્‍પિટલ પહોંચાડવામાંઆવ્‍યા ત્‍યાં આ સાતેય માછીમારોને સારવાર આપવામાં આવી હતી.
ગોમતી માતા બીચ પર બચાવ કાર્ય અને સાતેય માછીમારોને સુરક્ષિત કિનારા પર પહોંચાડવા બદલ કલેકટર શ્રીમતી સલોની રાય અને પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમારે પોરબંદર કોસ્‍ટગાર્ડનો આભાર માન્‍યો હતો. રેસ્‍કયુ સમયે ડિસ્‍ટ્રીકટ પંચાયત પ્રમુખ અમળતાબેન અમળતલાલ, વણાંકબારા સરપંચ મિનાક્ષીબેન જીવન, જિલ્લા પંચાયત સભ્‍ય લક્ષ્મીબેન મોહનભાઈ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. માછીમારોને બચાવવા ફાયર બ્રિગેડ, પોલીસકર્મીઓ વગેરે ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા.

Related posts

દાદરા દેમણી ફળિયામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીની ઉપર સિક્‍યુરીટી ગાર્ડે ચાકુ વડે કરેલો હુમલો

vartmanpravah

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાનો થયેલો પ્રારંભ

vartmanpravah

રાજભાષા વિભાગ દમણ દ્વારા આયોજીત ‘હિન્‍દી પખવાડા’ની વિવિધ સ્‍પર્ધાઓમાં વાત્‍સલ્‍ય સ્‍કૂલ, મોટી દમણનો વાગેલો ડંકો

vartmanpravah

દમણ ડાભેલ કેવડી ફળિયા ખાતે સરસ્‍વતી માતા મંદિરના બીજા પાટોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment